________________
૩. પુણ્યપાપ અધિકાર
૧૨૧
બંધહેતુ હોવાથી શુભાશુભ બન્ને કર્મને આગમ અનુસાર
નિષેધે છે :
रत्तो बंधदि कम्मं मुंचदि जीवो विरागसंपत्तो । एसो जिणोवदेसो तह्या कम्मेसु मा रज्ज ॥ १५० ॥ રાગી બાંધે કર્મને, મુકાય જો વૈરાગ્ય; જિનવર બોધ રહસ્ય એ, કરો ન કર્મે રાગ. ૧૫૦
જે કર્મજનિત ભાવોમાં રાગ કરે છે તે કર્મથી બંધાય છે અને જે તેમાં વિરક્ત રહે છે તે કર્મથી મુકાય છે. આ જિન ઉપદેશનો સાર છે એમ આગમમાં કહ્યું છે, તેથી અરે જીવ ! તું શુભાશુભ સર્વ કર્મને બંધહેતુ જાણીને તેમાં રાગ ન કર.
સ્વાગતા
कर्म सर्वमपि सर्वविदो यद् बंधसाधनमुशन्त्यविशेषात् ।
तेन सर्वमपि तत्प्रतिषिद्धं ज्ञानमेव विहितं शिवहेतुः ॥ १०३ ॥
કેવલી ભગવાન વિશેષતા રહિત અભેદપણે સર્વ કર્મને બંધનાં કારણ કહે છે. તેથી સર્વ પ્રકારના કર્મનો નિષેધ છે. જ્ઞાન જ મોક્ષનું કારણ કહ્યું છે. (કલશ ૧૦૩)
શિખરિણી
निषिद्धे सर्वस्मिन् सुकृतदुरिते कर्मणि किल प्रवृत्ते नैष्कर्म्ये न खलु मुनयः संत्यशरणाः । तदा ज्ञाने ज्ञानं प्रतिचरितमेषां हि शरणं
स्वयं विंदंत्येते परमममृतं तत्र निरताः ॥१०४॥
શુભાશુભ બન્ને કર્મનો નિષેધ કરવાથી નિષ્કર્મપણું-નિવૃત્તિ પ્રવર્તે ત્યારે મુનિઓ ખરેખર અશરણ થતા નથી. જ્ઞાનમાં જ્ઞાનનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org