________________
૧૨૦
શ્રી સમયસાર સોનાની ને લોઢાની બેડીની સમાન શુભકર્મ ને અશુભકર્મ બન્ને આત્માને બંધનકર્તા છે. તેથી જેમ હાથીને બંધનમાં પાડનારી સુરૂપ કે કુરૂપ હાથણી બન્ને સરખી રીતે બંધનું કારણ હોવાથી અહિતકારી થાય છે, તેવી રીતે શુભકર્મ અને અશુભકર્મ બન્નેને કુશીલ (અહિતકારી, જાણીને તેની સાથે રાગ અને સંસર્ગનો નિષેધ કર્યો છે. મનથી અંતરંગ પરિચય તે રાગ છે અને બહિરંગ પરિચય તે સંસર્ગ છે.
એ જ વાતનું અન્ય દૃષ્ટાંતથી સમર્થન કરે છે - जह णाम कोवि पुरिसो.
છિયસીનં ન વિણા | वजेदि तेण समयं संसग्गं रायकरणं च ॥१४८॥ एमेव कम्मपयडी सीलसहावं च कुच्छिदं णाउं । वजति परिहरंति य तस्संसग्गं सहावरया ॥१४९॥ જેમ પુરુષ કો જાણીને, દુર્જન ને કુશીલ; સંગ રાગ તેનો તજે, સ્વયં રહે સુશીલ. ૧૪૮ તેમ જ સાધુ સ્વભાવરત, કર્મપ્રકૃતિ નિસાર; કુત્સિતશીલા જાણીને, કરે કર્મ પરિહાર. ૧૪૯
જેમ કોઈ શીલવાન સજ્જન પુરુષ કોઈ પરિચિત અન્ય જનને કુશીલવાન જાણીને પોતાના શીલની રક્ષા અર્થે તેની સાથેનો સંગ અને રાગ તજી દે છે, તેમ અભેદ રત્નત્રયલક્ષણ નિર્વિકલ્પ સમાધિરૂપ સ્વસ્વભાવમાં પરિણમેલા સાધુ શુભાશુભ સર્વ કર્મપ્રકૃતિઓના સ્વભાવને નિશ્ચયથી કુત્સિતશીલ એટલે કુચારિત્રવાળી હાનિકર્તા જાણીને તેની સાથેનો સંગ અને રાગ તજી દે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org