SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. પુણ્યપાપ અધિકાર ૧૧૯ અભેદપક્ષ - બને પુદ્ગલમય હોવાથી એક બંધમાર્ગનો જ આશ્રય કરે છે. વ્યવહારનય ભેદપક્ષનો આશ્રય કરી એ ચાર રીતે પુણ્યપાપને જુદાં મનાવે છે અને નિશ્ચયનય અભેદપક્ષના આશ્રયથી તેનો નિષેધ કરી પુણ્યપાપને એક મનાવે છે. અહીં નિશ્ચયનયનું કથન હોવાથી તેનું જ સમર્થન કરાય છે : ઉપજાતિ हेतुस्वभावानुभवाश्रयाणां सदाऽप्यभेदान्न हि कर्मभेदः । तबंधमार्गाश्रितमेकमिष्टं स्वयं समस्तं खलु बंधहेतुः ॥१०२ ॥ હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય એ ચારે પ્રકારે સદા અભેદતા હોવાથી પુણ્ય ને પાપમાં કર્મપણે ભેદ નથી. તે બન્ને સ્વયં સમસ્તપણે બંધનાં જ કારણ છે અને બંધમાર્ગ-સંસારને આશ્રય કરતાં હોવાથી એક અભિન્ન માનવાયોગ્ય છે. (કલશ ૧૦૨) શુભાશુભ બન્ને પ્રકારનાં કર્મ બંધનક્ત હોવાથી નિષેધ્યાં છેसोवणियं पि णियलं . बंधदि कालायसं पि जह पुरिसं । बंधदि एवं जीवं सुहमसुहं वा क दं कम्मं ॥१४६॥ तह्मा दु कुसीलेहिय रायं मा कुणह मा व संसग्गं । साधीणो हि विणासो कुसीलसंसग्गरायेण ॥१४७॥ સુવર્ણ કે લોખંડની, બેડી બેય સમાન; તેમ શુભાશુભ કર્મ તે, બંધન જીવને જાણ. ૧૪૬ કુશીલ બન્ને જાણીને, તજો રાગ-સંસર્ગ; કુશીલ-રતિ-સંસર્ગથી, વિણસે નિજ અપવર્ગ. ૧૪૭ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy