SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમયસાર कम्ममसुहं कुसीलं सुहकम्मं चावि जाणह सुसीलं । कह तं होदि सुसीलं जं संसारं पवेसेदि ॥ १४५ ॥ કર્મ અશુભ કુશીલ ને, સુશીલ શુભ જગખ્યાત; કેમ સુશીલ ગણાય જે, કરાવતાં ભવપાત ? ૧૪૫ અશુભ કર્મ (પાપ) કુશીલ હોવાથી હેય છે અને શુભ કર્મ (પુણ્ય) સુશીલ હોવાથી ઉપાદેય છે એમ જગત જાણે છે, તો જે સંસારમાં પ્રવેશ કરાવે તે ઉપાદેય શી રીતે હોય ? અર્થાત્ ન હોય. વ્યવહારથી પુણ્ય સારું અને પાપ ખરાબ એમ ભેદ પડાય છે, પરંતુ એ પક્ષનો નિશ્ચયથી વિરોધ કરાય છે. તે નીચે પ્રમાણે : - ૧૧૮ ૧. હેતુ (ઉત્પત્તિ, કારણ) ભેદપક્ષ શુભ પરિણામથી પુણ્ય ઊપજે છે, અશુભ પરિણામથી પાપ ઊપજે છે. અભેદપક્ષ - બન્ને અજ્ઞાનજનિત વિભાવથી ઊપજે છે. ૨. સ્વભાવ. ભેદપક્ષ અભેદપક્ષ ૩. અનુભવ (ફળ અથવા રસ) ભેદપક્ષ શુભ પુદ્ગલરૂપ પુણ્ય છે. અશુભ પુદ્ગલરૂપ પાપ છે. બન્ને પુદ્ગલરૂપ છે. પુણ્ય શુભ ફળ - સુખ આપે છે, પાપ અશુભ ફળ-દુ:ખ આપે છે. અભેદપક્ષ - પૌદ્ગલિક સુખદુઃખ વ્યાકુળતા સહિત હોવાથી બન્ને દુ:ખરૂપ જ છે. ૪. આશ્રય. ભેદપક્ષ Jain Educationa International શુભ ક્રિયા મોક્ષમાર્ગનો આશ્રય કરે છે; અશુભ ક્રિયા બંધમાર્ગનો આશ્રય કરે છે. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy