________________
૩. પુણ્યપાપ અધિકાર
હવે એક જ કર્મ બે વેષ ધારણ કરીને પુણ્ય અને પાપૃરૂપે પ્રવેશ કરે છે.
દ્રુતવિલંબિત
तदथ कर्म शुभाशुभभेदतो द्वितयतां गतमैक्यमुपानयन् । ग्लपितनिर्भरमोहरजा अयं स्वयमुदेत्यवबोधसुधाप्लवः ॥१००॥
શુભાશુભના ભેદથી બે પ્રકારે થયેલા કર્મની એકતા કરતો અને દૂર કરી છે મોહરૂપી કર્મ૨જ જેણે એવો આ જ્ઞાનરૂપી ચંદ્રમા હવે સ્વયં ઉદય થાય છે.
(કલશ ૧૦૦)
મંદાક્રાંતા
एको दूरात्त्यजति मदिरां ब्राह्मणत्वाभिमानादन्यः शूद्रो स्वयमहमिति स्नाति नित्यं तयैव । द्वावप्येतौ युगपदुदरान्निर्गतौ शूद्रिकायाः शूद्रौ साक्षादपि च चरतो जातिभेदभ्रमेण ॥१०१॥
૧૧૭
એક સાથે જન્મેલા શૂદ્રીના બે પુત્રોમાં એક બ્રાહ્મણને ત્યાં ઊછર્યો છે તે બ્રાહ્મણત્વના અભિમાનથી મદિરાને દૂરથી જ તજે છે અને બીજો હું શૂદ્ર છું એમ માનતો તેમાં હંમેશાં સ્નાન કરે છે અર્થાત્ ખૂબ પીએ છે. એમ બન્ને સાક્ષાત્ શૂદ્ર છતાં જાતિભેદની ભ્રાંતિથી ભિન્ન ભિન્ન આચરણ કરે છે. (કલશ ૧૦૧)
તેમ પુણ્ય ને પાપ બન્ને અજ્ઞાનજનિત વિભાવથી ઉત્પન્ન થતા હોવાથી વાસ્તવિક એક જ જાતિના છે. તે કહે છે :
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org