________________
૨. કર્તાકર્મ અધિકાર
ઇંદ્રવજા
ज्ञप्तिः करोतौ न हि भासतेऽन्तः
ज्ञप्तौ करोतिश्च न भासतेऽन्तः ।
ज्ञप्ति: करोतिश्च ततो विभिन्ने જ્ઞાતા ન તિતતઃ સ્થિત ૬ ||૨૭ ।।
(કર્મનું) કરવાપણું છે તેમાં જાણવાપણું (સાક્ષીભાવ) ભાસતું નથી ને જાણવાપણું છે તેમાં ક૨વાપણું ભાસતું નથી. એટલે જાણવું અને કરવું એ બન્ને ભિન્ન રહે છે. તેથી એમ સિદ્ધ થયું કે જે જ્ઞાતા છે તે કર્તા થતો નથી. (કલશ ૯૭)
શાર્દૂલવિક્રીડિત
कर्ता कर्मणि नास्ति नास्ति नियतं कर्मापि तत्कर्तरि द्वंद्वं विप्रतिषिध्यते यदि तदा का कर्तृकर्मस्थितिः । ज्ञाता ज्ञातरि कर्मकर्मणि सदा व्यक्तेति वस्तुस्थितिनेपथ्ये बत नानटीति रभसा मोहस्तथाप्येष किम् ॥९८ ॥
(ચેતન) કર્તા છે તે (પુદ્ગલરૂપ) કર્મમાં નિશ્ચયથી નથી, ને જે કર્મ છે તે કર્તામાં નિશ્ચયથી નથી. એમ બન્ને પ્રકારે નિષેધ કરાય છે તો તે કર્તાકર્મની સ્થિતિ શું ? ચેતન જ્ઞાતા છે તે જ્ઞાતાપણે જ રહે છે, કર્મ પુદ્ગલ છે તે પુદ્ગલપણે જ રહે છે, એમ પ્રગટ વસ્તુસ્થિતિ છે. તેમ છતાં સંસારરૂપી નેપથ્યમાં (અંતઃકરણમાં) અરેરે ! આ મોહ કેમ વેગપૂર્વક નાચે છે ?
(કલશ ૯૮)
અથવા ભલે નાચે તોપણ
૧૧૫
Jain Educationa International
---
For Personal and Private Use Only
www.jainelibrary.org