________________
શ્રી સમયસાર
૧૧૨
અનુભવ કરવામાં મગ્ન થાય છે, ત્યારે અંતરાત્મા જ્ઞાની થયેલા તેઓને પણ કેવલીની સમાન નયાતીત કહેવાયોગ્ય છે. કારણકે અનુભવમાં નયોના કંઈ પણ વિકલ્પ રહેતા નથી.
સ્વાગતા
चित्स्वभावभरभावितभावाभावभावपरमार्थतयैकम् । बंधपद्धतिमपास्य समस्तां चेतये समयसारमपारम् ॥९२॥
ચૈતન્ય સ્વભાવના ગુણસમુદાયના ઉત્પાદવ્યયધ્રુવથી થતા, ત્રણે કાળના પર્યાયો નિશ્ચયનયથી એકદ્રવ્યરૂપ જ છે. તેથી સમસ્ત બંધપદ્ધતિ-કર્તાકર્મના પરિણામરૂપ ભાવો-ને દૂર કરીને, હું અનંત અપાર અવિનાશી એવા શુદ્ધાત્મા સમયસારને અનુભવું છું. (કલશ ૯૨) જે પક્ષાતીત છે તે જ સમયસાર છે એમ સિદ્ધ થાય છે ઃसम्मद्दंसणणाणं एदं लहदित्ति णवरि ववदेसं । सव्वणयपक्खरहिदो भणिदो जो सो समयसारो ॥१४४॥ જેનું કેવલ નામ છે, સમ્યગ્દર્શનશાન; તે નયપક્ષરહિત છે, સમયસાર ભગવાન. ૧૪૪
એમ સર્વ નયપક્ષને ઓળંગી ગયેલો જે આ સમયસાર છે તે એક જ કેવલ (માત્ર) સમ્યગ્દર્શનજ્ઞાન એવી સંજ્ઞા અથવા ઉપનામને પામે છે. જે ખરે સર્વ નયપક્ષથી અખંડિત રહેવા વડે સમસ્ત વિકલ્પરૂપ વ્યાપારથી વિરમેલો છે તે સમયસાર છે.
પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી આત્મા જ્ઞાનસ્વભાવ છે એમ નિશ્ચય કરીને પછી તે આત્માનો અનુભવ કરવા માટે, ૫૨નો અનુભવ કરાવનારી સમસ્ત ઇન્દ્રિય અને મનની પ્રવૃત્તિરૂપ બુદ્ધિને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org