________________
૨. કર્તાકર્મ અધિકાર
દૂર કરે છે, તે ચૈતન્યતેજ હું છું. પક્ષાતીતનું સ્વરૂપ કેવું છે ? તે કહે છે
दोहवि णयाण भणियं जाणइ णवरं तु समयपडिबद्धो । दु पक्खं गिम्हदि किंचिवि णयपक्खपरिहीणो ॥ १४३ ॥ જે નયપક્ષાતીત તે, નયપક્ષે ઉદાસ; જાણે યનયકથનને, સમયપ્રતિબદ્ધ ખાસ. ૧૪૩
જેમ કેવલી ભગવાન વિશ્વના સર્વ ભાવના સાક્ષી હોવાથી શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહાર-નિશ્ચય નયપક્ષના સ્વરૂપને માત્ર જાણે છે પરંતુ સદા પ્રકાશિત સહજ વિમલ સકલ કેવલજ્ઞાનવડે નિત્ય સ્વયં વિજ્ઞાનધન થયેલા, શ્રુતજ્ઞાનની ભૂમિકાની પાર ગયેલા, સમસ્ત નયપક્ષના પરિગ્રહથી રહિત હોવાથી કોઈ નયપક્ષને ગ્રહણ કરતા નથી; તેમ જેઓ શ્રુતજ્ઞાનના ક્ષયોપશમથી વિકલ્પ પ્રત્યે જનારા છતાં સર્વ પરભાવના પરિગ્રહથી નિવર્તેલા હોવાથી શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહા૨-નિશ્ચય નયપક્ષના સ્વરૂપને માત્ર જાણે જ છે પરંતુ તીક્ષ્ણ દૃષ્ટિથી શુદ્ધ નિત્ય ઉદિત ચૈતન્યરૂપ સ્વસમયમાં પરિણમેલા હોય ત્યારે સ્વયં વિજ્ઞાનઘન થયેલા, વિકલ્પરૂપ શ્રુતજ્ઞાનની ભૂમિકાની પાર ગયેલા, સમસ્ત નયપક્ષના પરિગ્રહથી રહિત હોવાથી કોઈ નયપક્ષને ગ્રહણ કરતા નથી, તેઓ પણ વાસ્તવિક સમસ્ત વિકલ્પોથી વિશેષે કરીને પર થયેલા પરમાત્મા, જ્ઞાનાત્મા, પ્રત્યજ્યોતિ, આત્મખ્યાતિ, અનુભૂતિમાત્ર શુદ્ધાત્મા સમયસાર છે.
૧૧૧
(કલશ ૯૧)
અર્થાત્ આત્માર્થને સાધનારા કોઈ નયનો આગ્રહ કે પક્ષપાત કરતા નથી, જાદા જાદા નયોદ્વારા તેઓ આત્માનું સ્વરૂપ ઓળખી લે છે, પછી તે નયોના સર્વ વિકલ્પોને ત્યાગીને પોતાના સ્વરૂપનો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org