________________
૨. કર્તાકર્મ અધિકાર
एकस्स दु परिणामो जायदि जीवस्स रागमादीहिं । ता कम्मोदयहेदूहिं विणा जीवस्स परिणामो ॥१३८ ॥ કર્મની ભેળાં જીવનાં, રાગાદિક પરિણામ; ગણાય તો જીવ-કર્મ બે, રાગાદિનાં ધામ. ૧૩૭ પણ રાગાદિ ભાવ તો, ચેતનનાં પરિણામ; કર્મોદય-હેતુ-પૃથક્ જીવપરિણામ તમામ. ૧૩૮
૧૦૫
નિમિત્તભૂત ઉદય આવતા પુદ્ગલકર્મની સાથે જ જીવનાં રાગાદિ અજ્ઞાન પરિણામ થાય છે, એમ જો વિતર્ક કરો તો, જેમ ચૂનો ને હળદર બે મળીને લાલ રંગ થાય છે, તેમ જીવ ને પુદ્ગલ બન્ને મળીને રાગાદિ અજ્ઞાનભાવને પામે. પરંતુ તેમ થતું નથી. તેથી નિમિત્તભૂત ઉદય આવતા પુદ્ગલકર્મથી ભિન્ન એકલા જીવના જ રાગાદિ અજ્ઞાન પરિણામ થાય છે.
जड़ जीवेण सहच्चिय पुग्गलदव्वस्स कम्मपरिणामों । एवं पुग्गलजीवा हु दोवि कम्मत्तमावण्णा ॥ १३९ ॥ एकस्स दु परिणामो पुग्गलदव्वस्स कम्मभावेण । ता जीवभावहेदूहिं विणा कम्मस्स परिणामो ॥ १४० ॥ જીવભેળાં પુદ્ગલતણાં, કર્મરૂપ પરિણામ; પુદ્ગલ-જીવ ગણાય તો, ઉભય કર્મનાં ઠામ. ૧૩૯ કેવળ પુદ્ગલ એકનું, કર્મપણે પરિણામ; જીવભાવ-હેતુ-પૃથક્, કર્મરૂપ પરિણામ. ૧૪૦
નિમિત્તભૂત રાગાદિ અજ્ઞાન પરિણામયુક્ત જીવની સાથે જ પુદ્ગલદ્રવ્યનાં કર્મપરિણામ થાય છે એમ જો વિતર્ક કરો તો, જેમ હળદર ને ચૂનો બે મળીને લાલ રંગ થાય છે, તેમ પુદ્ગલ અને જીવ બન્ને મળીને કર્મપણાને પામે. પરંતુ તેમ થતું નથી. તેથી
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International