________________
૧૦૩
૨. કર્તાકર્મ અધિકાર - અજ્ઞાની અજ્ઞાનમય ભાવોની ભૂમિકાને વ્યાપીને દ્રવ્યકર્મના નિમિત્તભૂત ભાવો, જે અજ્ઞાન, મિથ્યાત્વ આદિ છે, તેના હેતુપણાને પામે છે.
. (કલશ ૬૮) . તે દ્રવ્યકર્મના નિમિત્તભૂત ભાવોને વર્ણવે છે -
अण्णाणस्स स उदओ जंजीवाणं अतच्चउवलद्धी । मिच्छत्तस्स दु उदओ जीवस्स असदहाणत्तं ॥१३२॥ उदओ असंजमस्स दुजं जीवाणं हवेइ अविरमणं । जो दु कलुसोवओगो जीवाणं सो कसाउदओ ॥१३३॥ तं जाण जोगउदयं जो जीवाणं तु चिट्ठउच्छाहो । सोहणमसोहणं वा कायव्वो विरदि भावो वा ॥१३४॥ एदेसु हेदुभूदेसु कम्मइयवग्गणागयं जं तु । परिणमदे अट्ठविहं णाणावरणादि भावेहिं ॥१३५॥ तं खलु जीवणिबद्धं कम्मइयवग्गणागयं जइया ।। तइया दु होदि हेदू जीवो परिणामभावाणं ॥१३६॥ જેથી તત્ત્વ જણાય ના, અજ્ઞાનોદય જાણ; જેથી સત્ શ્રદ્ધાય ના, મિથ્યાત્વોદય માન. ૧૩૨ વળી અસંયમનો ઉદય, જે અવિરતિ પરિણામ, કલુષિત જીવ-ઉપયોગ જે, કષાય તે દુઃખધામ. ૧૩૩ ચેષ્ટાનો ઉત્સાહ તે યોગોદયરૂપ જાણ; શુભ-અશુભ વ્રત સહિત કે વ્રતવિણ તું પિછાન. ૧૩૪ હેતુભૂત એ ભાવથી, કર્મવર્ગણા વિવિધ જ્ઞાનાવરણાદિકપણે, પરિણમતી અડવિધ. ૧૩૫ જ્યારે તે કર્મવર્ગણા, જીવ સાથે બંધાય; ત્યારે પણ નિજ ભાવનો, જીવ જ હેતુ થાય. ૧૩૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org