SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ શ્રી સમયસાર એ જ વાતનું સમર્થન દ્રષ્ટાંતથી કરે છે - कणयमया भावादो जायते कुंडलादयो भावा । अयमयया भावादो जह जायंते तु कडयादी ॥१३०॥ अण्णाणमया भावा अणाणिणो बहुविहा वि जायते । णाणिस्स दु णाणमया. सव्वे भावा तहा होति ॥१३१॥ કુંડલ આંદિ કનકમ, ઘાટ કનકના થાય; કડાં આદિ સૌ લોહમય, લોહતણા પર્યાય. ૧૩૦ અજ્ઞતણાં અજ્ઞાનમય, તેમાં વિવિધ પરિણામ; પણ જ્ઞાનીના જ્ઞાનમય, વર્તે ભાવ તમામ. ૧૩૧ જો કે પુગલનો સ્વયં પરિણમનસ્વભાવ છે, તો પણ કારણને અનુસરીને કાર્ય થાય છે. તેથી સુવર્ણનાં કુંડલ, કંઠી વગેરે કર્યા હોય તે સર્વ સુવર્ણજાતિને ન ઉલ્લંઘતાં સુવર્ણમય જ હોય છે, લોખંડમય સંભવતાં નથી; અને લોખંડનાં કડાં, કૂંચી વગેરે કર્યા હોય તે સર્વ લોખંડજાતિને ન ઉલ્લંઘતાં લોખંડમય જ હોય છે, સુવર્ણમય સંભવતાં નથી. ' - તેમ જીવનો સ્વયં પરિણમન સ્વભાવ છે. તો પણ કારણને અનુસરીને કાર્ય થાય છે. તેથી અજ્ઞાનીના સ્વયં અજ્ઞાનપરિણમનથી થતા ભાવો શુભાશુભ વિવિધ પ્રકારે છતાં સર્વ અજ્ઞાનજાતિને ન ઉલ્લંઘતા અજ્ઞાનમય જ હોય છે, જ્ઞાનમય સંભવતા નથી; અને જ્ઞાનીના સ્વયં જ્ઞાનપરિણમનથી થતા સર્વે ભાવો પવિત્ર જ્ઞાનજાતિને ન ઉલ્લંઘતા જ્ઞાનમય જ હોય છે, અજ્ઞાનમય સંભવતા નથી. અનુષ્ટ્રપલ अज्ञानमयभावानामज्ञानी व्याप्य भूमिकाम् । द्रव्यकर्मनिमित्तानां भावानामेति हेतुताम् ॥६८॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy