________________
૧૦૧
૨. કર્તાકર્મ અધિકાર
જ્ઞાનીના સર્વ ભાવ શાથી જ્ઞાનમય જ હોય છે, અન્ય એટલે અજ્ઞાનમય કેમ નથી હોતા ? અને અજ્ઞાનીના સર્વ ભાવ અજ્ઞાનમય જ શાથી હોય છે, અન્ય એટલે જ્ઞાનમય કેમ નથી હોતા ?
(કલશ ૬૬) એ શંકાનું સમાધાન કરે છે - णाणमया भावाओ णाणमओ चेव जायए भावो । . जह्या तह्या णाणिस्स सव्वे भावा हु णाणमया ॥१२८॥ अण्णाणमया भावा अण्णाणो चेव जायए भावो । जह्मा तह्मा भावा अण्णाणमया अणाणिस्स ॥१२९॥ જ્ઞાનસ્વરૂપ સ્વભાવથી, થાય જ્ઞાનમય ભાવ; જ્ઞાનીના તેથી થતા, જ્ઞાનમયી સૌ ભાવ. ૧૨૮ આત્માનો અજ્ઞાનથી, ભાવ અને વિભાવ; અજ્ઞતણા અજ્ઞાનમય, તેથી થતા સૌ ભાવ. ૧૨૯
જેથી ખરેખર જ્ઞાનમય ભાવથી જે કોઈ પણ ભાવ થાય તે સર્વ જ્ઞાનપણાને ન ઓળંગતા જ્ઞાનમય જ હોય છે, તેથી જ્ઞાનીના સર્વે ભાવો જ્ઞાનમય જ છે; અને જેથી અજ્ઞાનમય ભાવથી જે કોઈ પણ ભાવ થાય તે સર્વ અજ્ઞાનપણાને ન ઓળંગતા અજ્ઞાનમય જ હોય છે, તેથી અજ્ઞાનીના સર્વે ભાવો અજ્ઞાનમય જ હોય છે.
- અનુષ્ટ્રપ ज्ञानिनो ज्ञाननिर्वृत्ताः सर्वे भावा भवन्ति हि । सर्वेऽप्यज्ञाननिर्वृत्ता भवंत्यज्ञानिनस्तु ते ॥६७॥
જ્ઞાનીનાં સર્વે ભાવો જ્ઞાનથી બનેલા જ્ઞાનમય જ હોય છે; પરંતુ અજ્ઞાનીના તો સર્વે ભાવો અજ્ઞાનથી બનેલા અજ્ઞાનમય જ હોય છે.
(કલશ ૬૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org