________________
| [૧૧] વ્યવહાર ઉત્થાપનારા પોતે સમજ્યા એવું માને છે, પણ શાસ્ત્રકારે તો તેવું . કશું કહ્યું નથી. જે વ્યવહાર પરમાર્થતંતુમૂળ વ્યવહાર નથી, અને માત્ર વ્યવહારહેતુ વ્યવહાર છે, તેના દુરાગ્રહને શાસ્ત્રકારે નિષેધ્યો છે. જે વ્યવહારનું ફળ ચાર ગતિ થાય તે વ્યવહાર વ્યવહારહેતુ કહી શકાય, અથવા જે વ્યવહારથી આત્માની વિભાવદશા જવાયોગ્ય ન થાય તે વ્યવહારને વ્યવહાર, વ્યવહાર કહેવાય. એનો શાસ્ત્રકારે નિષેધ કર્યો છે, તે પણ એકાન્ત નહીં; કેવળ દુરાગ્રહથી અથવા તેમાં જ મોક્ષમાર્ગ માનનારને એ નિષેધથી સાચા વ્યવહાર ઉપર લાવવા કર્યો છે, અને પરમાર્થ મૂળહેતુ વ્યવહાર શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા અથવા સદ્ગુરુ, સાસ્ત્ર અને મનવચનાદિ સમિતિ તથા પ્તિ તેનો નિષેધ કર્યો નથી; અને તેનો જો નિષેધ કરવા યોગ્ય હોય તો શાસ્ત્રો ઉપદેશીને બાકી શું સમજાવવા જેવું રહેતું હતું, કે શું સાધનો કરાવવાનું જણાવવું બાકી રહેતું હતું કે શાસ્ત્રો ઉપદેશ્યાં ? અર્થાત તેવા વ્યવહારથી પરમાર્થ પમાય છે અને અવશ્ય જીવે તેવો વ્યવહાર ગ્રહણ કરવો કે જેથી પરમાર્થ પામશે એવો શાસ્ત્રોનો આશય છે. શુષ્ક અધ્યાત્મી અથવા તેના પ્રસંગી તે આશય સમજ્યા વિના તે વ્યવહારને ઉત્થાપી પોતાને તથા પરને દુર્લભબોધીપણું કરે છે.
શમ, સંવેગાદિ ગુણો ઉત્પન્ન થયે, અથવા વૈરાગ્યવિશેષ, નિષ્પક્ષપાતતા થયે, કષાયાદિ પાતળાં પશે, તથા કંઈ પણ પ્રજ્ઞાવિશેષથી સમજયાની યોગ્યતા થયે, જે સદ્ગગમે સમજવા યોગ્ય અધ્યાત્મગ્રંથો, ત્યાં સુધી ઘણું કરી શસ્ત્ર જેવા છે, તે પોતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઈ, નિર્ધારી લઈ, તેવો અંતર્ભેદ થયા વિના અથવા દશા ફર્યા વિના, વિભાવ ગયા વિના, પોતાને વિષે જ્ઞાન કલ્પે છે, અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહાર રહિત થઈ વર્તે છે, એવો ત્રીજો પ્રકાર શુષ્ક અધ્યાત્મીનો છે. ઠામઠામ જીવને આવા યોગ બાઝે તેવું રહ્યું છે, અથવા તો જ્ઞાનરહિત ગુરુ કે પરિગ્રહાદિ ઈચ્છક ગુરુઓ, માત્ર પોતાનાં માનપૂજાદિની કામનાએ ફરતા એવા, જીવોને અનેક પ્રકારે અવળે રસ્તે ચડાવી દે છે અને ઘણું કરીને ક્વચિત્ જ એવું નહીં હોય. જેથી એમ જણાય છે કે કાળનું દુષમપણું છે. આ દુષમપણું લખ્યું છે તે જીવને પુરુષાર્થ રહિત કરવા અર્થે લખ્યું નથી, પણ પુરુષાર્થ જાગૃતિ અર્થે લખ્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org