SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ( 5 ) ૨. કર્તાકર્મ અધિકાર - ૯૫ છે. તે સર્વ પુદ્ગલ કર્મવિપાકના ભેદ હોવાથી અત્યંત અચેતન છે.' એ ચાર પ્રત્યયો અથવા તેર ગુણસ્થાન જ વ્યાપ્ય-વ્યાપકપણે કર્મને કરે છે એમ કહો તો ભલે એમાં જીવને કંઈ નથી. અહીં કોઈ તર્ક કરે કે પુદ્ગલમય મિથ્યાત્વાદિ પ્રત્યયોને વેદતો જીવ જ પુદ્ગલકર્મ કરે છે એમ કેમ નહિ ? તો કહે છે કે જીવને પુદ્ગલ સાથે ભાવ્યભાવકપણાનો પણ અભાવ છે તેથી તે દ્રવ્યમિથ્યાત્વાદિને વેદતો જ નથી તો પછી પુદ્ગલકર્મને કેમ કરે ? અર્થાત્ ન જ કરે. તેથી એમ નક્કી થયું કે પુદ્ગલ દ્રવ્યમય ચાર સામાન્ય પ્રત્યયોના તેર ભેદરૂપ વિશેષ પ્રત્યયો જે ગુણસ્થાન કહેવાય છે, તે જ કર્મને કરે છે. તેથી પુદ્ગલકર્મનો કર્તા જીવ નથી, પણ ગુણસ્થાન છે અને તે ગુણસ્થાન પુદ્ગલમય હોવાથી વસ્તુતઃ એક પુદ્ગલદ્રવ્ય જ પુગલકર્મનો કર્તા છે. ચૌદમા અયોગી ગુણસ્થાને બંધ નથી તેથી અહીં તેરનું ગ્રહણ છે. જીવ અને પ્રત્યયોનું એકપણું નથી: जह जीवस्स अणण्णुवओगो कोहो वि तह जदि अणण्णो । जीवस्साजीवस्स य एवमणण्णत्तमावण्णं ॥११३ ॥ एवमिह जो दु जीवो सो चेव दुणियमदो तहाऽजीवो । अयमे यत्ते दोसो पच्चयणोकम्मकम्माणं ॥११४॥ अह दे अण्णो कोहो अण्णुवओगप्पगो हवदि चेदा । जह कोहो तह पच्चय कम्मं णोकम्ममवि अण्णं ॥११५॥ જીવ ઉપયોગ અનન્ય છે, તેમ હોય જો ક્રોધ જીવ અજીવ અનન્ય એ, બને મહાન વિરોધ. ૧૧૩ એમ જીવ પણ નિયમથી ધારે સ્વયં જડત્વ; પ્રત્યયના એકત્વથી, રહે નહીં બે તત્ત્વ. ૧૧૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy