SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ શ્રી સમયસાર પર્યાય છે, બધી અવસ્થામાં વ્યાપતા નથી. તે યોગ અને ઉપયોગ અનુક્રમે ઘટાદિના અને ક્રોધાદિના નિમિત્તમાત્રપણે કર્તા કહેવાય છે. આત્મા અજ્ઞાની થઈને પોતાના અશુદ્ધ યોગઉપયોગનો કર્તા - થાય છે. પરંતુ પારદ્રવ્યાત્મક કર્મનો કર્તા ક્યારેય થતો નથી. જ્ઞાની જ્ઞાનના જ કર્તા છે :जे पुग्गलदव्वाणं परिणामा होति णाणआवरणा । ण करेदि ताणि आदा जो जाणदि सो हवदि णाणी ॥१०१॥ પુગલનાં પરિણામ જે, જ્ઞાનાવરણી કર્મ; કે કરે ન તેને આતમા, જ્ઞાની જાણે મર્મ. ૧૦૧ છે. જેમ કોઈ ગોરસ-અધ્યક્ષ (જોનાર) દૂધદહીંમાં થતા ફેરફારોને માત્ર જાણે પરંતુ પોતે કરતો નથી, તેવી રીતે જ્ઞાની જ્ઞાનાવરણ કર્મને થતાં જાણે છે, પરંતુ પોતે તેના કર્તા નથી. તે જાણવારૂપ જ્ઞાનક્રિયાના જ જ્ઞાની કર્તા છે. જ્ઞાનાવરણની જેમ બીજાં સાત કર્મ, મનવચનકાય, પાંચ ઇન્દ્રિય વગેરે વિષે પણ તથા પ્રકારે વિચારી લેવું. અજ્ઞાની પણ પરભાવનો કર્તા નથી - जं भावं सुहमसुहं करेदि आदा स तस्स खलु कत्ता । तं तस्स होदि कम्मं सो तस्स दु वेदगो अप्पा ॥१०२॥ ન કરે શુભાશુભ ભાવ જે, કર્તા તેનો થાય; છે, એ જ શુભાશુભ ભાવનો, ભોક્તા જીવ ગણાય. ૧૦૨ - અજ્ઞાની પણ અનાદિ અજ્ઞાનને વશ સ્વપરના એકત્વઅધ્યાસથી, પુદ્ગલકર્મવિપાકથી થતા મંદતીવ્ર રસવડે, અચળ એક સ્વાદવાળા શુદ્ધભાવને મૂકીને જે અજ્ઞાનરૂપ શુભાશુભ ભાવ કરે છે, તે શુભાશુભ ભાવનો જ કર્તા થાય છે. તે જ શુભાશુભભાવ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy