________________
૨. કર્તાકર્મ અધિકાર
ત્યારે જીવને શીત-ઉષ્ણની સમાન રાગદ્વેષ સુખદુઃખાદિરૂપે પરિણમવું અશક્ય છતાં અજ્ઞાનથી, હું રાગ કરું છું. ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મનો કર્તા ભાસે છે.
પરંતુ જ્ઞાનથી કર્મ બંધાતાં નથી :
परमप्पाणमकुव्वं अप्पाणं पि य परं अकुव्वंतो । सो णाणमओ जीवो कम्माणकारओ होदि ॥ ९३ ॥ પોતાને પોતાપણે, જાણે અન્યને અન્ય; જીવ કર્મ-કર્તા મટે, શાનવાન તે ધન્ય. ૯૩
૮૩
ખરેખર આ આત્મા જ્ઞાનથી જ સ્વપરનો ભેદ જાણે છે, ત્યારે પરને આત્મારૂપે અને આત્માને પરરૂપે ન કરતો સ્વયં જ્ઞાની બનેલો કર્તા ભાસતો નથી. તે આ પ્રકારે :- રાગદ્વેષસુખદુઃખાદિ અનુભવ કરાવનારાં જે પુદ્ગલકર્મ-પરિણામ છે, તે શીતોષ્ણ અનુભવ કરાવનારાં પુદ્ગલપરિણામની સમાન પુદ્ગલથી અભિન્ન અને આત્માથી નિત્ય અત્યંત ભિન્ન છે અને તે નિમિત્તે થતો આત્માનો અનુભવ આત્માથી અભિન્ન છે અને પુદ્ગલથી નિત્ય અત્યંત ભિન્ન છે. એમ પરસ્પર ભેદ જ્યારે જાણે છે, ત્યારે શીતઉષ્ણની સમાન રાગદ્વેષસુખદુ:ખાદિરૂપે પરિણમવું પોતાને અશક્ય છે એમ જાણતો, તે રૂપે લેશ પણ ન પરિણમતો, આત્માનું જ્ઞાનપણું પ્રગટ કરતો સ્વયં જ્ઞાનમય થઈને; આ હું માત્ર જાણું છું, રાગરૂપ છે તે પુદ્ગલ છે ઇત્યાદિ વિધિથી જ્ઞાનવિરુદ્ધ એવા સમગ્ર રાગાદિ કર્મનો જીવ અકર્તા ભાસે છે.
અજ્ઞાનથી કર્મ કેવી રીતે ઉત્પન્ન થાય છે તે કહે છે :विविहो एसुवओगो अप्पवियप्पं करेइ कोहोऽहं । कत्ता तस्सुवओगस्स होइ सो अत्तभावस्स ॥९४॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org