________________
શ્રી સમયસાર
जं कुणइ भावमादा कत्ता सो होदि तस्स भावस्स । कम्मत्तं परिणमदे त िसयं पुग्गलं दव्वं ॥९१॥ જીવ કરે જે ભાવને, કર્તા તેનો થાય; જડ પુદ્ગલ પણ પરિણમે, સ્વયં કર્મરૂપ ત્યાંય. ૯૧
૮૨
જેમ કોઈ સાધક મંત્રનું ધ્યાન કરે ત્યારે તેના નિમિત્તથી, વિષ ઊતરી જાય, સ્ત્રીઓ વશ થાય, બંધ તૂટે વગેરે આપોઆપ થાય છે; તેમાં સાધક તો ધ્યાનનો જ કર્તા છે. તેમ આત્મા મિથ્યાત્વાદિ સહિત જે જે ભાવો કરે તે તે ભાવોનો કર્તા થાય છે. ત્યારે આત્માના એ અશુદ્ધ ભાવોનું નિમિત્ત પામીને પુદ્ગલદ્રવ્ય મોહનીય આદિ અનેક કર્મરૂપે સ્વયં પરિણમે છે; તેમાં આત્મા તો પોતાના ભાવનો જ કર્તા છે.
તે કર્મબંધનું મૂળ કારણ માત્ર અજ્ઞાન છે ઃ परमप्पाणं कुव्वं अप्पाणं पि य परं करितो सो । अण्णाणमओ जीवो कम्माणं कारगो होदि ॥ ९२ ॥ પરને પોતાનાં કરે, પોતાને પર જેહ; ભૂલી કર્મ-કર્તા બને, જીવ અજ્ઞાની એહ. ૯૨
આ આત્મા અજ્ઞાનથી સ્વપરનો ભેદ ન જાણતો પરને આત્મારૂપ અને પોતાને પરરૂપ કરતો સ્વયં અજ્ઞાની બનેલો કર્તા ભાસે છે. તે આ પ્રકારે : રાગદ્વેષ સુખદુઃખાદિ અનુભવ કરાવનારાં પુદ્ગલકર્મપરિણામ છે તે શીતોષ્ણ અનુભવ કરાવનારાં પુદ્ગલ પરિણામની સમાન પુદ્ગલથી અભિન્ન અને આત્માથી નિત્ય અત્યંત ભિન્ન છે અને તે નિમિત્તે થતો આત્માનો અનુભવ આત્માની અભિન્ન છે અને પુદ્ગલથી નિત્ય અત્યંત ભિન્ન છે. એમ રાગદ્વેષ સુખદુઃખાદિનો અને તેના અનુભવનો પરસ્પર ભેદ જાણતો નથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org