________________
શ્રી સમયસાર
કરીને સમજાવે છે.
મિથ્યાત્વાદિ ગુગલનાં પરિણામ છે કે આત્માનાં પરિણામ છે? એ શંકાનું સમાધાન કરે છે - मिच्छत्तं पुण दुविही जीवमजीवं तहेव अण्णाणं । अविरदि' जोगो मोहो कोहादीया इमे भावा ॥७॥ જીવ અજીવ પ્રકારથી, મિથ્યાત્વના દ્વિભેદ; ક્રોધ મોહ અલ્લાના યોગ, અવિરતિ પણ તિભેદ. ૮૭
મિથ્યાત્વજ્ઞાને અવિરતિ યોગ આદિ અરીસામાંનું પ્રતિબિંબ અને મયૂરના દ્રષ્ટાંતે-જીવરૂપ ને અજીવરૂપ એમ દરેક બે પ્રકારે છે. જેમ અરીસામાં મયૂરનું પ્રતિબિંબ ભાસે છે ત્યાં લીલા પીળા નીલા કાળા રંગો મયૂરના સ્વદ્રવ્ય પ્રત્યે જોતાં મયૂરના છે અને અરીસાની સ્વચ્છતાના વિકાર પ્રત્યે જોતાં તે ભાવો અરીસાના છે; તેવી રીતે મિથ્યાત્વ અજ્ઞાન અવિરતિ યોગ આદિ આત્માના ઉપયોગમાં પ્રતિભાસે છે, ત્યાં તે મિથ્યાત્વાદિના સ્વદ્રવ્ય પ્રત્યે જોતાં અજીવ છે અને ચૈતન્ય ઉપયોગના વિકાર પ્રત્યે જોતાં તે ભાવો જીવ છે.
તે ભાવો જીવ અજીવ કેવા પ્રકારે છે ? તે કહે છે. पुग्गलकम्म मिच्छं, जोगो अविरदि अण्णाणमजीवं । उवओगो अण्णाणं अविरइ मिच्छं च जीवो दु ॥४८॥
જડકર્મ-મિથ્યા અવિરતિ, યોગ અજ્ઞાન અજીવ; { ઉપયોગ-મિથ્યા અવિરતિ, યોગ અજ્ઞાન એ જીવ. ૮૮
જે ખરેખર મિથ્યાદર્શન અજ્ઞાન અવિરતિ યોગ આદિ અજીવ છે, તે અમૂર્ત ચૈતન્યપરિણામથી વિલક્ષણ મૂર્ત પુદ્ગલરૂપ છે; અને જે મિથ્યાદર્શન અજ્ઞાન અવિરતિ યોગ આદિ જીવ છે, તે મૂર્ત પુદ્ગલપરિણામથી વિલક્ષણ, અમૂર્ત ચૈતન્યના વિકારરૂપ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org