SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમયસાર જીવપરિણામને, સ્વપરિણામને અને સ્વપરિણામના ફળને ન જાણતા એવા પુદ્ગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મ ભાવ હોય છે કે નહિ ? તે કહે છે : ૪ वि परिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए । पुग्गलदव्वं पि तहा परिणमइ सएहिं भावेहिं ॥७९॥ તેમ જ પુદ્ગલદ્રવ્ય પણ, પરિણમે નિજ સ્વરૂપ; પણ ન ગ્રહે કે પરિણમે, ઊપજે નહિ પરરૂપ. ૭૯ જીવપરિણામને, સ્વપરિણામને અને સ્વપરિણામના ફળને પુદ્ગલદ્રવ્ય જાણતું નથી; તેમજ વ્યાખવ્યાપકપણે તે પર દ્રવ્ય પરિણામને ગ્રહણ કરતું નથી, તે રૂપે પરિણમતું નથી કે તેમાં ઉત્પન્ન થતું નથી. માત્ર પ્રાપ્ય-વિકાર્ય-નિર્વર્ય લક્ષણવાળ સ્વપરિણામમાં જ વ્યાપ્યવ્યાપકપણે પરિણમે-ગ્રહે-ઊપજે છે. તેથ પ્રાપ્ય-વિકાર્ય-નિર્વર્ય લક્ષણવાળાં જીવપરિણામ, સ્વપરિણામ કે સ્વપરિણામફળને ન જાણતા તેમજ ૫દ્રવ્યપરિણામરૂપ કર્મને ન કરતા પુદ્ગલને જીવની સાથે કર્તાકર્મભાવ નથી. સગ્ધરા ज्ञानी जानन्नपीमां स्वपरपरिणतिं पुद्गलश्चाप्यजानन् व्यासृव्याप्यत्वमंतः कलयितुमसह नित्यमत्यंतभेदात् । अज्ञानात्कर्तृकर्मभ्रममतिरनयोर्भाति तावन्न यावत् विज्ञानार्चिश्चकास्ति क्रकचवददयं भेदमुत्पाद्य सद्यः ॥ ५० ॥ જ્ઞાની પોતાની ને પરની પરિણતિને જાણતા અને પુદ્ગલ પોતાની ને પરની પરિણત્તિને ન જાણતા બન્ને એક બીજામાં વ્યાખવ્યાપક થવાને અસમર્થ સદા અત્યંત ભિન્ન છે. આ ભેદને જ્યાં સુધી વિજ્ઞાનરૂપ પ્રકાશ કરવતની સમાન નિર્દયપણે શીઘ્ર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy