________________
૨. કર્તાકર્મ અધિકાર
૭૧
શાર્દૂલવિક્રીડિત इत्येवं विरचय्य संप्रति परद्रव्यानिवृत्तिं परां स्वं विज्ञानघनस्वभावमभयादास्तिनुवानः परम् । अज्ञानोत्थित कर्तृकर्मकलनात् क्लेशानिवृत्तः स्वयं ज्ञानीभूत इतश्चकास्ति जगतः साक्षी पुराणः पुमान् ॥४८॥
આ પ્રમાણે પરદ્રવ્યથી સર્વથા નિવૃત્તિ કરીને, પોતાના વિજ્ઞાનઘન સ્વભાવને નિર્ભયતાથી અતિરૂપે તેમજ નિત્યરૂપે અનુભવતો અને અજ્ઞાનજનિત કર્તાકર્મ-અનુભવરૂપ ક્લેશથી નિવર્સેલો સ્વયં જ્ઞાની બનેલો આ પુરાણપુરુષ-શુદ્ધાત્મા જગતના સાક્ષીરૂપે હવે પછી પ્રકાશે છે.
(લશ ૪૮) જ્ઞાની આત્મા શાથી ઓળખાય ? તે કહે છે - कम्मस्स य परिणामं णोकम्मस्स य तहेव परिणामं । ण करेइ एयमादा जो जाणदि सो हवदि णाणी ॥५॥ જીવ કર્મ-નોકર્મનાં, કરે નહીં પરિણામ; એ નિશ્ચય જે જાણતા, જ્ઞાની તેનું નામ. ૭૫
કર્મનાં પરિણામ-મોહ, રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિને અને નોકર્મનાં પરિણામ-સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, બંધ, સંસ્થાન, સ્થૌલ્ય, સૌમ્ય આદિને પુદ્ગલ સાથે માટી ધટની સમાન વ્યાપ્યવ્યાપક સંબંધ છે અને આત્મા સાથે ઘટ-કુંભકાર સમાન વ્યાપ્યવ્યાપક સંબંધ નથી, તેથી તે સર્વ પુદ્ગલનાં પરિણામને જાણવારૂપ જે જ્ઞાન છે, તે જ્ઞાનપરિણામનો આત્મા માટીઘટની સમાન વ્યાપ્યવ્યાપકપણે કર્તા છે. પરમાં શેયજ્ઞાયક સંબંધ પણ વ્યવહારથી જ છે. નિશ્ચયથી તો આત્મા આત્માને જ જાણે એવા શુદ્ધ આત્મપરિણામનો જ આત્મા કર્તા છે. એમ જે જાણે તે જ્ઞાની છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org