________________
૭૦.
શ્રી સમયસાર
જીવનિબદ્ધ અધ્રુવ આ, અનિત્ય અશરણ તેમ; દુઃખ દુઃખફલ જાણીને, જીવ નિવર્તે એમ. ૭૪
લાખ ઝાડને બંધ અને ઘાત કરે છે, તેમ આસવો આત્મામાં બંધાયેલા છે અને આત્માના સ્વભાવનો ઘાત પણ કરે છે, એ રીતે વિરુદ્ધ સ્વભાવવાળા હોવાથી જીવરૂપ નથી જ; વાઈના રોગની જેમ તેનો વેગ વધતો ઘટતો હોવાથી આસવો અધુવ છે અને ચૈતન્યરૂપ જીવ તો ધ્રુવ જ છે; શીતઉષ્ણ દાહજ્વરની જેમ અનુક્રમે ઊપજતા હોવાથી આસવો અનિત્ય છે અને વિજ્ઞાનઘન જીવ તો નિત્ય જ છે; કામસેવનમાં ઉત્પન્ન થતા તીવ્ર કામસંસ્કાર વીર્ય છૂટી જતાં નાશ પામી જાય છે, રોકી રાખી શકાતા નથી, તેમ કર્મોદય છૂટી જતાં આસવો વિલીન થાય છે, રોકી શકાતા નથી, માટે અશરણ છે અને સહજ શક્તિવાળો જીવ તો અન શરણરૂપ સ્વયંરક્ષિત જ છે; નિત્ય આકુળતા સ્વભાવવાળા હોવાથી આસવો દુ:ખરૂપ છે અને નિત્ય અનાકુળતાસ્વભાવવાળો જીવ તો દુઃખરૂપ નથી જ; ભાવિમાં આકુળતા ઉત્પન્ન કરનારા પુદ્ગલપરિણામના હેતુ હોવાથી આસવો દુઃખફળને આપનારા છે અને સર્વ પુદ્ગલ પરિણામનો અહેતુ એવો જીવ તો દુઃખફળને આપનારો નથી જ. આ પ્રમાણે વિચારણા જ્યારે જાગે છે, ત્યારે તરત જ કર્મવિપાક શિથિલ થવાથી – જેમ આકાશમાં સૂર્યપ્રકાશનું ઉત્તરોત્તર વધવું ને મેઘપટળનું ઉત્તરોત્તર વિખેરાવું સાથે સાથે થાય છે તેમ--પોતાની સ્વાભાવિક ચૈતન્ય શક્તિ વડે જેમ જેમ વિજ્ઞાનઘન સ્વભાવવાળો થાય છે તેમ તેમ આત્મા આસવોથી નિવર્તે છે અને જેમ જેમ આસવોથી નિવર્તે છે તેમ તેમ વિજ્ઞાનઘન સ્વભાવવાળો થાય છે. તેથી આત્મામાં જ્ઞાન અને આસવનિવૃત્તિનો એક જ કાળ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org