________________
૨. કર્તાકર્મ અધિકાર
अहमिक्को खलु सुद्धो णिम्ममओ णाणदंसणसमग्गो। तमि ठिओ तच्चित्तो सव्वे एए णेमि ॥७३॥ એક શુદ્ધ નિર્મમ ખરે, દર્શનશાન-સમસ્ત; તેમાં સ્થિત તલ્લીન હું, કરું સર્વ આ અરૂ. ૭૩
હું આ આત્મા પ્રત્યક્ષ અખંડ અનંત ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ અનાદિઅનંત નિત્યપ્રગટ વિજ્ઞાનઘન સ્વભાવવાળો હોવાથી એક છું; કારકચક્રની ક્રિયાઓથી રહિત માત્ર નિર્મળ અનુભૂતિરૂપ હોવાથી શુદ્ધ છું; પુદ્ગલ જેનો સ્વામી છે એવા વિશ્વપ્રમાણ ક્રોધાદિ ભાવોને પોતાના ન માનતો, તેના સ્વામીપણે કદાપિ ન પરિણમતો હોવાથી નિર્મમ છું; વસ્તુ માત્ર સામાન્ય અને વિશેષ રૂપે હોય તો પૂર્ણ કહેવાય છે તેથી દર્શન (સામાન્ય) અને જ્ઞાન (વિશેષ) રૂપે સંપૂર્ણ છું; વળી અરૂપી છતાં આકાશની જેમ વસ્તુવિશેષ છું. એવો હું સર્વ પરદ્રવ્યસંબંધી પ્રવૃત્તિને ત્યાગીને આત્મામાં નિશ્ચળ રહેલો, સર્વ પરદ્રવ્યનિમિત્તે થતા રાગાદિવિકલ્પરૂપ ચેતનચંચળતાને ત્યાગીને આત્માનો અનુભવ કરતો, અજ્ઞાનથી આત્મામાં ઉદય થતા આ સર્વ ક્રોધાદિ આસવોને ક્ષય કરું છું. એમ નિશ્ચય કરીને જેમ ઘણા કાળથી સમુદ્રના આવર્તમાં સપડાયેલું કહાજ એકાએક મુક્ત થાય તેમ શીધ્ર સર્વ વિકલ્પોને વણીને નિર્વિકલ્પ, અચળ, અમલ ભાવને અવલંબન કરતો આ આત્મા વિજ્ઞાનઘન બનીને ખરેખર આસવોથી નિવર્તે છે.
જ્ઞાન અને આસવનિવૃત્તિનો એક કાળ કેવી રીતે છે ? તે કહે છે:जीवणिबद्धा एए अधुव अणिच्चा तहा असरणा य । । दुक्खा दुक्खफलात्ति य णादूण णिवत्तए तेहिं ॥७४॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org