________________
શ્રી સમયસાર નહીં એમ માનનારને જ્ઞાન જ નથી એમ કહ્યું, તેથી અજ્ઞાનાંશજ્ઞાનનયનો પણ નિષેધ થયો.
અર્થાત્ ક્રોધાદિથી નિવર્તી આત્મામાં સ્થિર થનારને જ વાસ્તવિક ભેદજ્ઞાન થાય છે. આત્માના અનુભવ વખતે સમ્યફચારિત્ર પણ હોય છે, તેથી ત્યાં આસવનો નિરોધ છે. સમ્યગ્દર્શન થયા પછી ચારિત્રમોહને લઈને કંઈક મલિનતા થાય છે, પરંતુ તે આત્માને કર્મના ઉદયથી ભિન્ન જ જાણે છે. માન્યતા સાચી હોવાથી ત્યાં સમ્યગ્દર્શન હોય છે. અજ્ઞાન અવસ્થામાં જે કર્મ બંધાતાં હતાં તે કરતાં જ્ઞાન અવસ્થામાં બહુ અલ્પ કર્મ બંધાય છે, કારણ કે આસવનું મુખ્ય કારણ જે મિથ્યાત્વ અને અનંતાનુબંધી તેનો ત્યાં અભાવ છે. તેથી સમ્યગ્દષ્ટિને અબંધક કહ્યો છે. ચારિત્રમોહને લઈને ક્રોધાદિ ઉદય આવે, તો પણ પોતાને ક્રોધાદિરૂપ ન માને, તેથી અલ્પ બંધ થાય. જેટલું જ્ઞાન છે તેટલું અબંધપણું થાય છે.
માલિની परपरिणतिमुज्झत् खंडयद् भेदवादानिदमुदितमखंड ज्ञानमुच्चंडमुच्चैः । ननु कथमवकाशः कर्तृकर्मप्रवृत्तेरिह भवति कथं वा पौद्गलः कर्मबंधः ४७ ।। પરપરિણતિને છોડતું, મતિ શ્રુત આદિ જ્ઞાનના ભેદ માનવારૂપ વાદનું ખંડન કરતું, આ અખંડ સર્વોત્કૃષ્ટ જ્ઞાન અત્યંતપણે ઉદય થયું. તે જ્ઞાનમાં કર્તાકર્મની પ્રવૃત્તિને અવકાશ ક્યાંથી હોય? અથવા તે દશામાં પુદ્ગલકર્મબંધ પણ કેવી રીતે થાય ? (કલશ ૪૭)
કેવી વિચારણાથી આત્મા આસવોથી નિવર્તે છે ? તે કહે છે :
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org