________________
શ્રી સમયસાર
પ્રવર્તવું તે દોષ નથી. પરંતુ આત્મા અને ક્રોધાદિ આસવોનો સંયોગસંબંધ છે, તેથી આવો આત્માથી જાદા પરભાવ છે અને તેમાં પ્રવર્તવું એ દોષ છે. એમ જ્યાં સુધી જીવ સ્વયં (પોતે) અજ્ઞાનથી આત્મા અને આસવ એ બન્નેને ભેદ પાડીને જુદા જાણતો નથી, ત્યાં સુધી તે પરભાવોને સ્વભાવ માનીને નિઃશંકપણે ક્રોધાદિ કરે છે, રાગ કરે છે, દ્વેષ કરે છે, મોહ કરે છે. એ રીતે જે સ્વયં અજ્ઞાની થયેલો પોતાની સહજ જ્ઞાનમાત્ર ઉદાસીન અવસ્થાને છોડીને પ્રવર્તતો પ્રતિભાસે છે, તે કર્તા છે. અને માત્ર જાણવારૂપ આત્માનું કાર્ય છે તેનાથી ભિન્નસ્વરૂપે ઉત્પન્ન થતા જે ક્રોધાદિ પ્રતિભાસે છે, તે કર્મ છે. તે ક્રોધાદિ પરિણામને નિમિત્ત કરીને સ્વયં પરિણમતા એવા પુદ્ગલકર્મનો તેને સંચય થાય છે અને એ રીતે જીવપુદ્ગલના પરસ્પર એક ક્ષેત્રે રહેવા રૂપ સંબંધવાળો બંધ સિદ્ધ થાય છે. તે બંધ થવામાં નિમિત્તપરંપરા હોવા છતાં ઇતરેતર આશ્રયદોષ દૂર કરીને જોઈએ તો તેનું મૂળ કારણ કર્તાકર્મ પ્રવૃત્તિના નિમિત્તરૂપ એક અજ્ઞાન જ છે.
આ કર્તાકર્મ પ્રવૃત્તિની નિવૃત્તિ ક્યારે થાય છે ? તે કહે છે - जइया इमेण जीवेण अप्पणो आसवाण य तहेव । णादं होदि विसेसंतरं तु तइया ण बंधो से ७१॥ આત્મા ને આસવ વિષે, વિશિષ્ટભેદ જણાય; ત્યારે બંધ ન જીવને, જ્ઞાની એહ ગણાય. ૭૧
જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે; તેથી જ્ઞાનમાં પરિણમવું એ સ્વભાવ છે અને ક્રોધાદિમાં પરિણમવું એ ક્રોધાદિરૂપ પરભાવ છે. આત્મા જ્ઞાનમાં પરિણમે ત્યારે ક્રોધાદિરૂપ નથી હોતો અને ક્રોધાદિમાં પરિણમે ત્યારે જ્ઞાનરૂપ નથી રહેતો. એમ આત્મા અને આસવો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org