________________
૬૪
શ્રી સમયસાર
ભલે નાચે, તો પણ
વસંતતિલકા अस्मिन्ननादिनि महत्यविवेकनाट्ये वर्णादिमानटति पुद्गल एव नान्यः । रागादिपुद्गल विकार विरुद्ध शुद्ध
चैतन्य धातुमयमूर्तिरयं च जीवः ॥४४॥
આ અનાદિની મહા અવિવેકરૂપ નાટકશાલામાં વર્ણાદિયુક્ત પુદ્ગલ જ નાચ કરે છે, અન્ય નહીં, કારણ કે જીવ તો રાગાદિ પુદ્ગલના વિકારોથી રહિત શુદ્ધ ચૈતન્યદ્રવ્યની મૂર્તિ છે.
(કલશ ૪૪) મંદાક્રાન્તા इत्थं ज्ञानक्र कचकलनापाटनं नाटयित्वा जीवाजीवौ स्फुटविघटनं नैव यावत्प्रयातः । विश्वं व्याप्य प्रसभविकसद्व्यक्तचिन्मात्रशक्त्या ज्ञातृ द्रव्यं स्वयमतिरसात्तावदुच्चैश्चकाशे ॥४५॥
આવી રીતે ભેદજ્ઞાનરૂપી કરવત ચલાવવાની આવડતને નચાવીને જીવઅજીવ જ્યાં સ્પષ્ટ છૂટા પડે નહીં ત્યાં તો પ્રગટ ચૈતન્યમાત્ર શક્તિવડે બળપૂર્વક વિકાસ પામતું જ્ઞાનતત્ત્વ પોતે વિશ્વને વ્યાપીને અતિ રસથી અત્યંતપણે પ્રમશે છે. અર્થાત્ જીવઅજીવ સ્પષ્ટ જાદાં થવાથી મોક્ષ પ્રાપ્ત થાય તે પહેલાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે.
. (કલશ ૪૫) એમ જીવઅજીવ એકઠાં નાચતાં હતાં તેને જાદા ઓળખી લેવાથી છૂટાં પડીને રંગભૂમિપરથી જતાં રહ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org