________________
૧. જીવાજીવ અધિકાર
શાર્દૂલવિક્રીડિત वर्णाद्यैः सहितस्तथा विरहितो द्वेधास्त्यजीवो यतो नामूर्तत्वमुपास्य पश्यति जगज्जीवस्य तत्त्वं ततः । इत्यालोच्य विवेचकैः समुचितं नाव्याप्यतिव्यापि वा व्यक्तं व्यंजितजीवतत्त्वमचलं चैतन्यमालंब्यताम् ॥४२॥
વર્ણાદિ સહિત અને વર્ણાદિ રહિત (સંસારી ને સિદ્ધ) એમ બે પ્રકારે જીવ છે. તેથી જીવનું લક્ષણ વર્ણાદિ કહીએ તો અવ્યાપ્તિદોષ લાગે, કારણ કે તે લક્ષણ બધા જીવોમાં વ્યાપતું નથી; અને જીવનું લક્ષણ અરૂપીપણું કહીએ તો અતિવ્યાપ્તિદોષ લાગે, કારણ કે અજીવ પણ બે પ્રકારે છેઃ રૂપી પુદ્ગલ અને અરૂપી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ ને કાળ. માટે અમૂર્તને ઉપાસતાં જગતના જીવોને જીવતત્ત્વની પ્રાપ્તિ થતી નથી. એમ વિચારીને ભેદજ્ઞાન કરનારે અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ દોષોથી રહિત, પ્રગટપણે જીવતત્ત્વને સૂચવનારું, અચલ લક્ષણ જે ચૈતન્યપણું છે, તેનું અવલંબન લઈને ઉપાસના કરવી જોઈએ.
(કલશ ૪૨) વસંતતિલકા जीवादजीवमिति लक्षणतो विभिन्नं ज्ञानी जनोऽनुभवति स्वयमुल्लसंतम् । अज्ञानिनो निरवधिप्रविजूंभितोऽयं
मोहस्तु तत्कथमहो बत नानटीति ॥४३॥ જીવથી અજીવ ભિન્ન છે એમ લક્ષણ દ્વારા જાણીને સમ્યવ્રુષ્ટિ જ્ઞાનીજન તે સ્વયં ઉલ્લસતા-સ્વસ્વરૂપમાં પરિણમતા-આત્મતત્ત્વને અનુભવે છે. પરંતુ અજ્ઞાનીનો મોહ અવધિ રહિત વિસ્તરેલો છે, તેથી તે તો માત્ર સંસારમાં પુનઃ પુનઃ નાચ કરે છે !! (કલશ ૪૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org