SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમયસાર ઘડાને ઘીનો ઘડો કહેતાં તે ઘીનો થઈ જતો નથી; તેવી રીતે વ્યવહા૨થી જીવને વર્ણાદિમય કહેતાં તે વર્ણાદિમય થઈ જતો નથી. દર આ ઉપરથી નિર્ણીત થાય છે કે જે રાગાદિભાવો છે તે પણ જીવ નથી मोहणकम्मस्सुदया दु वण्णिया जे इमे गुणद्वाणा । ते कह हवंति जीवा जे णिच्चमचेद्णा उत्ता ॥ ६८ ॥ મોહકર્મ ઉદયાનુસાર, વર્ણવિયાં ગુણસ્થાન; જીવરૂપ તે ના બને, સદા અચેતન માન. ૬૮ પૌદ્ગલિક મોહનીય કર્મના ઉદયથી ગુણસ્થાન થાય છે. કારણને અનુસરીને કાર્ય હોય, તેથી તે સર્વ ગુણસ્થાનો પણ સદા અચેતન જ છે. અને આત્મા તો ચેતનસ્વભાવથી વ્યાપ્ત હોઈ, તે સર્વથી જુદો ભેદ-વિજ્ઞાનીઓને પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. એ રીતે રાગ, દ્વેષ, મોહ, પ્રત્યય, કર્મ, નોકર્મ, વર્ગ, વર્ગણા, સ્પર્ધ્વક, અધ્યાત્મસ્થાન, અનુભાગસ્થાન, યોગસ્થાન, બંધસ્થાન, ઉદયસ્થાન, માર્ગણાસ્થાન, સ્થિતિબંધસ્થાન, વિશુદ્ધિસ્થાન અને સંયમલબ્ધિસ્થાન પણ પુદ્ગલકર્મપૂર્વક થાય છે તેથી સદા અચેતન હોઈ પુદ્ગલ જ છે, જીવ નથી; એમ સહજ સિદ્ધ થાય છે. અનુષ્ટુપ अनाद्यनंतमचलं स्वसंवेद्यमिदं स्फुटम् । जीवः स्वयं तु चैतन्यमुच्चैश्चकचकायते ॥४१॥ અનાદિ અનંત, અચળ અને સ્વસંવેદ્યપણે પ્રગટ એવો આ જીવ પોતે તો ચૈતન્યરૂપે અત્યંતપણે પ્રકાશે છે. (કલશ ૪૧) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy