________________
કપરી કસોટી
છે. મારે તે દીક્ષા લેવી છે. આત્મકલ્યાણની સાથે જગતનું કલ્યાણ કરવાને એક જ શ્રેષ્ઠ માર્ગ છે. પણું........
આ વાત તેમની નાની બહેન સાંભળી ગઈ, ને તેણે ઘરે જઈને પિતાજીને વાત કરી. એટલે થઈ રહ્યું. એમના ઉપર દેખરેખ વધી ગઈ. અને આમ એમની વિમાસણ પણ વધી પડી. પણ શું થાય ?
[૭]
કપરી કસોટી :
લહમીચંદભાઈ! હમણાં-હમણાં તમે કઈ ગહન ચિંતામાં પડ્યા હો, એવું લાગે છે. છેલ્લા કેટલાક દિવસો થયા હું તમને સચિંત જ દેખું છું. શું કોઈ ચિંતાજનક વાત બની છે?
આપણા ચરિત્રનાયકશ્રીની દીક્ષાની ભાવના જાણીને તેમના પિતાશ્રી જરા સચિંત બન્યા હતા. તેથી તેમનાં મ્હોં ઉપર પણ ચિન્તાના ચિહ્નો જણાઈ આવતા. તે જોઈને તેમના અંગત મિત્ર શ્રી રૂપશંકરભાઈએ તેમને એક દિવસ ઉપર પ્રમાણે પૂછ્યું.
રૂપશંકરભાઈ! તમારું અનુમાન સાચું છે. આપણને બીજી તે શી ચિન્તા હેાય ? પણ આ અમારો નેમચંદ ભાવનગરથી અહીં આવ્યા, ત્યાર પછી એનું જીવન જ જાણે બદલાઈ ગયું છે. એ કહે છે કે મારે તે દીક્ષા લેવી છે. સાધુ બનવું છે. આવો નિભી ક–આખું ઘર સંભાળી લે એ દીકરા-દીક્ષાની વાત કરે એટલે ચિન્તા તે થાય જ ને ? લક્ષમીચંદભાઈએ વ્યાકુળ-મને જવાબ આપ્યો.
તમે એને સમજાવ્યો તે હશે જ ને? શું જવાબ આપે છે એ ?
અરે રૂપશંકરભાઈ! સમજાવવામાં તે મેં જરાય કચાશ નથી રાખી. જરા કડકાઈથી પણ કહ્યું છે. એટલે હમણાં તે દીક્ષાની વાત ઉચ્ચારતો નથી. પણ એના ભાઈબંધ જોડે દીક્ષાની વાતો કરતા હતા, એ ઉપરથી એમ જણાય છે કે એ હજી એની વાતમાં મક્કમ જ છે એટલે મને ચિન્તા થયા કરે છે. હવે તે તમે કાંઈ રસ્તો બતાવે એને સમજાવવાને.
તે એમ કરો લક્ષ્મીચંદભાઈ ! એને એકવાર મારી પાસે મોકલે. હું એને સમજાવી જોઉં. નહીં સમજે તો ઉગ્ર થઈને ધમકાવીશ પણ ખરે. પણ મને તો લાગે છે કે એ જરૂર સમજશે. કારણ કે વડીલો પ્રત્યે એ ખૂબ વિનયી અને કહ્યાગરે છે-નમ્ર છે. માટે જરૂર સમજી જશે. છતાં જે ન સમજે તે મારા એક ન્યાયાધીશ સાહેબ મિત્ર છે. તેઓ બહ કડક છે. એમની પાસે લઈ જઈને એમના દ્વારા સમજાવીશું એટલે જરૂર માની જશે. મિત્રની ચિન્તાને પોતાની ચિન્તા માનનારા રૂપશંકરભાઈએ સરળમાર્ગ દેખાડતાં કહ્યું.
તે તો ઘણું સારું, રૂપશંકરભાઈ ! હું નેમચંદને તમારી પાસે મેકલીશ, સમજે તે ઘણું સારું. અમારા આખાય ઘરનો આધાર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org