________________
શાસનસમ્રાટ્
રૂપશંકરભાઈ અને લક્ષ્મીચંદભાઈ-બંને મિત્ર હેાવા છતાંય ભાઈ જેવા સંબંધ રાખતાએટલે તેએ પાતાની અંગત વાતેા પણ પરસ્પર કરતા, અને એકમીજાની સલાહ–સૂચના લેતા. તેથી આ ખાખતમાં પણ શ્રીલક્ષ્મીચંદભાઈ એ રૂપશંકરભાઇની સલાહ લીધી. અને તેમણે ઉપર મુજબ સલાહ આપી, તે લક્ષ્મીચંદભાઈ ને રૂચી ગઇ. એમાંય રૂપશકરભાઈ સરકારી અમલદાર હાવાથી તેમનાથી નેમચંદ સમજે-માને તે ઘણું સારું—એમ વિચારીને શ્રીલક્ષ્મીચંદભાઈ એ તેમચંદભાઈ ને કાંઇક કાર્યનું નિમિત્ત આપી મિત્રના ઘેર મેાકલ્યા.
૧૬
રૂપશ કરભાઈ ને ત્યાં પહેાંચીને નેમચ ંદભાઈ એ તેમને પિતાજીએ કહેલું કાર્ય જણાવ્યું. રૂપશંકરભાઈ એ પણ તેમને વાત્સલ્યપૂર્ણાંક બાલાવ્યા, અને કાર્યંની વાત સાંભળી લીધી. પછી કુશળ સમાચાર પૂછીને તેમણે જાણે સ્વાભાવિક રીતે જ પૂછતાં હોય તેમ પૂછ્યું' : નેમચંદ ! મેં સાંભળ્યુ છે કે ભાવનગરથી અહીં આવ્યા પછી તારા જીવનમાં પરિવર્તન થઇ ગયું છે. તુ હવે દીક્ષા લેવાની-સાધુ બનવાની ભાવના રાખે છે. શું આ વાત સાચી છે ?
“હા કાકા ! એ વાત સાચી છે. મારી ભાવના હવે દીક્ષા લેવાની છે.” રૂપશ’કરભાઇ પિતાના મિત્ર હાવાના કારણે તેએ તેમને કાકા કહેતા.
પણ ભાઈ ! તુ જે દીક્ષાની વાત કરીશ, તે પછી આ તારું ઘર કાણુ સ ંભાળશે ? તારા માતા-પિતા હવે વૃદ્ધ થવા આવ્યા છે. ભાઈ-બહેન નાનાં છે. તેમને સંભાળવાની, સાચવવાની જવાબદારીવાળા આખા ઘરમાં તું જ એક છે. તુ' જો દીક્ષા લઇ લે તે આ જવાબદારી કાણ લેશે ? માટે તું હવે કેાઈ વ્યાપાર-ધંધામાં જોડાઈ જા. રૂપશંકરભાઈએ સ્નેહપૂર્વક કહ્યું.
રૂપશંકર કાકા ! તમારી વાત ખાટી તેા ન જ હાય, પણ મારું'મન હવે આ સંસારમાં રહેવા માટે માનતું નથી. દિવસે-દિવસે દીક્ષાની ઇચ્છા મજબૂત ખનતી જાય છે. હવે હું કોઈ વ્યાપાર આદિમાં જોડાવા તા ઈચ્છતા જ નથી. ઘરમાંથી રજા મળે કે તરત જ મારે દીક્ષાના સર્વ કલ્યાણકારી પથે જવું છે.” નેમચંદભાઇ નમ્રતાપૂર્ણ મક્કમતાથી બેલ્યાં.
આ સાંભળી રૂપશંકરભાઈ જરા ઉગ્ર થયા. તેઓ મેલ્યાઃ “નેમચંદ ! તું તારા પિતાજીના સ્વભાવને તે સારી રીતે જાણે છે, તે તને કોઇ રીતે રજા નહિ જ આપે. માટે તું સમજી જા, અને એમની જવાબદારી ઓછી કર. નહિતર અમારે કંઇક કડક પગલાં તેવા પડશે.”
“કાકા ! વધારે પડતું લાગે તે ક્ષમા કરજો. પણ હું કોઈપણ રીતે દીક્ષા લઈશ જ. હું ન હોત તો તમે બધાં શુ‘કરત ? એમ વિચારીને પણ તમારે બધાંએ મને દીક્ષાની રજા આપવી જ જોઈ એ. મારે તે આત્મકલ્યાણ સાધવું છે, ને એટલા માટે દીક્ષા ગ્રહણ કરવી છે.” નેમચંદભાઈએ કહ્યું. એમના આ શબ્દોમાં મેરૂસમી નિશ્ચલતાને શુદ્ધ રણકો સ ંભળાતા હતા.
આવેા મક્કમ જવાબ સાંભળીને રૂપશંકરભાઈ વિચારમાં પડી ગયા. તેમણે વિચાયુ” કેઆ નેમચંદ્ય દીક્ષાના રંગથી પૂરા રંગાયેલા છે. એટલે હમણાં નહી સમજે. હવે એને ન્યાયાધીશ સાહેબ પાસે જ લઇ જવા પડશે. એમની કડકાઈથી ડરે તેા વળી સમજી જાય, અને થાડીવારમાં નેમચંદભાઇ તેમની રજા લઈને ઘેર આવી ગયા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org