SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શાસનસમ્રાટું વળી ગઈ. આ છે આપણું ચરિત્રનાયકશ્રીની ત્યાગ–ભાવનાનું-સંયમ ભાવનાનું બીજ. ખરેખર ! ઉત્તમ પુરૂષોના વિચારો પણ ઉત્તમોત્તમ જ હોય છે. - ત્યાર પછી તે પૂ. ગુરૂમહારાજની વૈરાગ્ય-સભર ધર્મ–દેશના તેઓ હંમેશાં એકાગ્રચિત્તે સાંભળતા. એના અને પૂ. ગુરૂમહારાજના સંસર્ગના પ્રભાવે તેમનું મન સંસારમાંથી ઉઠી ગયું. તેમને સંસારની અવાસ્તવિક્તા અને અસારતા પ્રત્યક્ષ જણાવા લાગી, અને તેને ત્યાગ કરી સંયમના પંથે સંચરવા એમનું મન તલસી રહ્યું. સંસારથી તેઓ અતિ-નિલેપ બનતા જતા હતા. તે એટલી હદ સુધી કે એકવાર મહુવાથી પૂ. પિતાજીએ સમાચાર જણાવ્યા કે દાદીમા (નેમચંદભાઈન) ગુજરી ગયા છે. ત્યારે તેના જવાબમાં તેમણે લખ્યું કે“સંસાર અસાર છે, કેઈ કેઈનું છે નહિ. માટે ધર્મારાધનામાં ઉદ્યમ રાખવે એ જ સાચું છે.” આ વાંચીને શ્રી લક્ષ્મીચંદભાઈને મનમાં ધ્રાસકો પડ્યો. ઘણા ધર્મનિષ્ઠ અને સમજી હોવા છતાંય પુત્રને મેહ-પુત્ર ઉપરની મમતા જોર કરતી હતી. તેમણે વિચાર કર્યો કેનેમચંદની ભાવના અને જીવન બદલાતાં જાય છે. જે હવે એ ભાવનગર રહેશે તો કદાચ દીક્ષા પણ લઈ લે. માટે એને વહેલી તકે ઘરે બેલાવી લેવું જોઈએ, અને તેમણે તરતજ નેમચંદભાઈ ઉપર પત્ર લખ્યું કે “મારી તબીયત નરમ છે, માટે તું જલ્દી અહીં આવી જા.” પિતાજી માંદા છે, અને એમણે જલદી આવી જવા જણાવ્યું, એટલે તેમચંદભાઈને પિતૃ-ભક્ત આત્મ શું ધીરજ ધરે ? તેઓ તે પૂ. ગુરૂ મ.શ્રીની આજ્ઞા લઈને મહુવા જવા રવાના થઈ ગયા. ઘેર પહોંચીને જોયુ તે બધાંય હેમખેમ. બધાંની તબીયત સારી. તેઓ તે આશ્ચર્ય પામ્યા. પણ ચકેર હતા. એટલે વાતવાતમાં જ બધું પામી ગયા કે એમને ઘરે બોલાવવા માટે જ આમ કર્યું હતું. તેઓ જરા ખિન્ન બન્યા ને પાછાં ભાવનગર જવાની ઈચ્છા કરી. પણ પિતાજીએ સ્પષ્ટ જણાવી દીધું કે-હવે તારે ભાવનગર જવાનું નથી. અહીં જ રહે, ને ભણવું હોય તો ભણ. નહિતર કાંઈક વ્યાપાર-ધંધો કર. એટલે હવે ત્યાં જવાય તેમ ન હતું. તેઓ શાન્તિથી ઘેર રહ્યા. પણ તેમનું મન કઈ કામમાં કે વાતમાં ચુંટતું નહિ. તેમને તે વારંવાર પૂ. ગુરૂદેવની યાદ આવ્યા કરતી હતી. તેમના ઉપદેશવચન અને હિતશિક્ષાઓ માનસ–પટ ઉપર વારંવાર અંકિત થતા હતા. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ એમની ત્યાગ–ભાવનાની વેલડી પણ પલવિત બનતી ગઈ. પણ માતા-પિતાને સમજાવવા કઈ રીતે ? તેઓ તેમને આંખ આગળથી અળગા કરવા જ નહોતા ઈચ્છતા, પછી દીક્ષાની વાત જ ક્યાં ? માત-પિતા અને તેમચંદભાઈ બન્ને પિતાપિતાની વાતમાં મક્કમ હતા. એક દિવસ શ્રીનેમચંદભાઈ પિતાના બાળપણના મિત્રો સાથે બેઠા હતા. એમાંના એક મિત્રના વિવાહ-સગપણની વાત ચાલતી હતી. ત્યાં વાતવાતમાં શ્રીનેમચંદભાઈ બેલી ગયા કે–આ સંસારમાં શું બન્યું છે ? આ સંસારમાં સાર હોય તો માત્ર સાધુપણું જ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy