SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ શાસનસમ્રા, હતા. પૂજ્યશ્રીને વળાવવા તેમ જ સંઘમાં આવેલા હજારો ભાવિકે સજળ નેત્રે આ દશ્ય જોઈ રહ્યાં. છેવટે ભક્તિને વિજય થયે, અનિછા છતાં પણ શરીરસ્વાથ્યની અનુકૂળતા માટે શિષ્યની આજીજી પૂજ્યશ્રીએ સ્વીકારી, અને ડેળીમાં બિરાજ્યા. પૂજ્યશ્રીના શાસ્ત્રાનુસારી શુદ્ધ જીવનમાં કદાચ આ સર્વ પ્રથમ અપવાદનો આશ્રય લેવાને પ્રસંગ હતો,-તબિયતના કારણે. પૂજ્યશ્રીના પરમ ભક્ત શ્રેષ્ઠિ શ્રાવકે ડાળી ઉપાડવા માટે પડાપડી કરવા લાગ્યા. સાબરમતીથી રજ થઈને શેરીસા પધાર્યા. ત્યાં ત્રણ દિવસ સંઘ સાથે રહ્યા. તીર્થમાળાદિ વિધિ કરાવ્યું. ત્યાંથી ડાભલા-ગોધાવીના રસ્તે સાણંદ પધાર્યા. અહીંના સંઘના અતિ આગ્રહથી આઠ દિવસ સ્થિરતા કરી. આ દરમ્યાન–અમદાવાદથી હરરેજ સેંકડે માણસો વંદનાથે ઉમટવા માંડયા. આટલું બધું માણસ કાયમ આવતું જોઈને સૌને આશ્ચર્ય થવા લાગ્યું. આઠ દિવસમાં તે લગભગ અમદાવાદની મોટા ભાગની જૈન જનતા વંદન કરી ગઈ હશે. જાણે સૌને ભાસ થયો હોય કે-હવે પૂજ્યશ્રી પુનઃ અમદાવાદ નહિ આવે. સાણંદના સંઘે એ બધાં સાધમિકેની ભક્તિ પણ અપૂર્વ કરી. વઢવાણુના આગેવાને અહીં પ્રતિષ્ઠાના મુહૂર્ત માટે આવ્યા. પૂજ્યશ્રીએ ઉં. વ. છઠને દિવસ શુભ મુહૂર્ત તરીકે ફરમાવ્યો. સાણંદથી ગોરજ-બોર-તલસાણ આદિ ગામના રસ્તે વિહાર કર્યો. સાબરમતીથી વઢવાણ સુધીના આખાયે વિહારમાં પૂજ્યશ્રીની સાથે અનેક ભકત શ્રાવકે રહ્યાં. એમાં મુખ્યતાપાલિતાણાના વકીલ વીરચંદ ગેવરધનદાસ, જેસરના કામદાર અમરચંદ પાનાચંદ અને સંઘવી ભગવાનદાસ મેઘજી, તથા સલોત કુલચંદ છગનલાલ, છોટાલાલ કસ્તુરચંદ નેમાણી– (ખંભાતવાળા), સાબરમતીના શા. ચીમનલાલ ફુલચંદ, ડોકટર છોટાલાલ ફુલચંદ, તથા બચુભાઈ ફુલચંદ (ત્રણે ભાઈ –કઠા) પાલિતાણુના, મીસ્ત્રી નાકુભાઈ વગેરે હતાં. વઢવાણના ભાઈઓ પણ હતાં. તેઓ બધાં ખડેપગે પૂજ્યશ્રીની સેવામાં હાજર રહેતાં. ડોળી ઉપાડવા માટે પાલિતાણાના ડેળીવાળા-કાનાભાઈ નારણભાઈ જાદવભાઈ તથા લખાભાઈ એમ ચાર માસે સાથે હતાં. તે પણ પૂજ્યશ્રીની સેવાને લાભ લેવાની અભિલાષાથી સાથે રહેલાં એ ગૃહસ્થ પિતે વારાફરતી ઓળી ઉપાડવાને લાભ પણ લેતાં. દરેક મુકામેની વ્યવસ્થા, હંમેશાં દર્શનાર્થે આવતાં સેંકડો ભાવિકેની સગવડ વગેરે કામ પણ તેઓ જ સંભાળતાં. ટૂંકમાંદરેક મુકામે નાના-શા સંઘના પડાવ જેવું સ્વરૂપ થતું. રોજ બોટાદ-વઢવાણ શહેર-વઢવાણ કેપ-લીંબડી વગેરે જુદાં જુદાં ગામના સંઘે વંદન માટે આવતાં રહેતાં. આમ અસ્વસ્થ તબિયત છતાં ઉલ્લાસમય વાતાવરણમાં પૂજ્યશ્રી અનુક્રમે રાજપર આવ્યા. ત્યાંથી શેઠ રતિલાલ વર્ધમાનના બંગલે એક દિવસ રહ્યાં. અહીં–વઢવાણ કે૫ (સુરેન્દ્રનગર) તથા શહેરના સંઘે વચ્ચે સામૈયા માટે રસાકસી ચાલી. બંને સંઘે પ્રથમ પ્રવેશ પિતાને ત્યાં કરવાનો આગ્રહ કરવા લાગ્યા. છેવટે પૂજ્યશ્રીની સૂચના મુજબ-વઢવાણ શહેરમાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy