________________
૨૯૬
શાસનસમ્રાટ
પૂર્વે-જિનદાસ ધર્મદાસની પેઢીને વેચાણ આપેલી ૧૩ થી ૧૪ હજાર વાર જમીનની સાથે સંકળાયેલી એક વિશાળ જમીન (લગભગ ૪ થી ૫ હજાર વાર) ભેટ જાહેર કરી. આ વાત પૂજ્યશ્રીએ જાણે હતી. તેઓશ્રીએ આ વખતે એ જમીન ભેટ સ્વીકારવા ના ફરમાવી. ઠાકેરશ્રીએ ઘણે આગ્રહ કર્યો. પણ છેવટે પૂજ્યશ્રીની સૂચનાનુસાર તેઓએ પૂર્વવતુ આ જમીન પણ નજીવી કિંમતે પેઢીને વેચાતી આપી. વેચાણખત પણ કરી આપ્યું. પૂજ્યશ્રીની અજબ દીર્ઘદ્રષ્ટિ અને નિરીહતા ઠારશ્રીના દિલમાં વધુ ને વધુ અનુરાગ ઉપજાવતી હતી.
ખંભાતને સંઘ અહીં પણું આવ્યું. એની અંતરની ભાવનાને પૂજ્યશ્રીએ સ્વીકારી, અને પછેગામથી વિહાર કરીને લીંબડી આવ્યા. ત્યાં આ શ્રીવિજયનંદનસૂરિજી મ.ને એકાએક ૬૦ જેટલાં ઠલ્લા થઈ ગયા. લીવરને દુખાવે, ગેસને ભરા વગેરેની તકલીફે શેર કર્યું. તરત જ પછેગામથી શ્રી ઈશ્વર ભટ્ટના દીકરા વૈદ્ય ભાસ્કરરાવ, વેદ્ય નાગરદાસ તથા ડે. વલ્લભદાસ ભાયાણી વગેરે આવી ગયા. તેમણે એગ્ય ઉપચારો શરૂ કર્યા. એમાં ભાસ્કરભાઈના દવા અનુકૂળ લાગી. એનાથી ઠલ્લાં બંધ થયા, પણ નબળાઈ ઘણી આવી ગઈ. વળી અને પછેગામના શ્રાવકેએ પુનઃ પછેગામ પધારવા વિનંતિ કરી. વિદ્યોની પણ એ જ સલાહ મળી. ખંભાતવાળા હાજર હતાં. તેમને પૂજ્યશ્રીએ કહ્યું કે આ સ્થિતિમાં પચ્છેગામ જવાની પણ તાકાત નથી. તે ખંભાત કયાંથી અવાય ? માટે હમણાં ખંભાતનું અનિશ્ચિત છે.
હવે શ્રીનંદનસૂરિજી મ. ને પછેગામ કઈ રીતે લઈ જવા ? એ વિચાર ચાલતું હતું. પણ બીજે દિવસે સવારે તેમણે પોતે જ મક્કમ આત્મબળ દાખવ્યું. અને ધીમે ધીમે ચાલીને પછેગામ આવ્યા.
દસેક દિવસ રહ્યા. સંપૂર્ણ આરામ અને યંગ્ય ઔષધોપચારથી તબિયત સુધારા પર આવવા લાગી. એ જોઈને આજ સુધી વૈયાવચ્ચ માટે હાજર રહેલા ખંભાતના શ્રાવકોએ ખૂબ આગ્રહ કર્યો કે સાહેબ ! હવે તે આપ ચેમાસાની હા પાડે, પછી જ અમે પચ્ચકખાણ પારીશું.
આ દઢ આગ્રહ થતાં પૂજ્યશ્રીએ એ સ્વીકાર્યો, અને શ્રીનંદનસૂરિ મ.ની તબિયત બિલકુલ સ્વસ્થ બની જતાં ખંભાત તરફ વિહાર કર્યો. વળા થઈને બરવાળા આવ્યા. ત્યાં ત્રણ દિવસ રહી પેલેરા આવ્યા. અહીને સંઘ પૂજ્યશ્રીને અનન્ય ગુણાનુરાગી હો, એના આગ્રહથી અહીં સાતેક દિવસ રહ્યા. સંઘે ગુરુભક્તિ અને તે નિમિત્તે પ્રભુભક્તિને ઘણે સારે લાભ લીધે. ધોલેરાથી આંબલી-કેદરી–પીપળી–ભેળાદ-નાની બેરૂ થઈને મોટી - બેરૂ આવ્યા. અહીંથી થોડે દૂર સાબરમતી નદીને ભેટે ૫ટ આરે આવતું હતું. એ આરે ૧ ઓળંગીને સામે ગામ જવાય. દરિયામાં પાણીને જુવાળ આવે, ત્યારે અહીં પણ પુષ્કળ પાણી ભરાય. દરિયામાં ઓટ હોય, ત્યારે પણ અહીં ઢીંચણપૂર પાણી કાયમ રહેતું. પજ્યશ્રીને આ આ ઉતરવાના દિવસે ખંભાતથી ૩૦૦ જેટલાં ગ્રહ હાજર રહ્યા હતા. એટી બારૂથી નીકળીને મિયાએ દેખાડેલા રસ્તે ધીમે ધીમે આરો ઓળંગીને સામે કાંઠે પહોંચ્યા, ત્યારે તેઓશ્રી થાકી ગયા. અહીંથી સામું ગામ પાંચ માઈલ દૂર હતું. એટલે પંથ ચાલવાની પૂજ્યશ્રીની અશક્તિ જતાં ગૃહસ્થોએ ત્યાં જ તંબૂ-રાવટીઓ નાખી દીધી. નાનાશા સંઘના પડાવ જેવી બેઠવણ થઈ ગઈ. એ દિવસે ત્યાં રહ્યા. બીજે દિવસે મીટલીઆખેલ-વહૂચી થઈને ખંભાત ગામ બહાર પધાર્યા. સટેશનના રસ્તે આવેલા શેઠ મૂળચંદ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org