________________
ભાવના-સિદ્ધિ
૨૫
બુલાખીદાસના બંગલે બે દિવસ રહ્યા. અહીં તેઓએ સાધમિક વાત્સલ્ય વગેરે ભક્તિના કાર્યો કર્યા. અહીંથી શકરપર પધાર્યા. ત્યાં બેએક દિવસ રહીને શુભમુહૂતે ઘણાં ઠાઠથી નગરપ્રવેશ કર્યો. પ્રવેશ વખતે ખંભાતને અમલદાર વર્ગ તથા જનેતરે ઘણું સારા પ્રમાણમાં હાજર રહ્યા હતા. સકલ સંઘ સાથે બેસીને વ્યાખ્યાન સાંભળી શકે તેવું કઈ સ્થાન ન હોવાથી સ્તંભન પાર્શ્વનાથના જિનાલયની જોડેના વિશાળ ચેકમાં સંઘે મંડપ બંધાવ્યો હતું, તેમાં પૂજ્યશ્રીએ મંગલાચરણ કર્યું.
આજ સુધી ખંભાતમાં આવનાર ને રહેનાર તપાગચ્છીય દરેક સાધુ ભગવંતો માટે શ્રીઅમર તપાગચ્છ જૈનશાળા” એક જ ઉપાશ્રય હતે. ખંભાતમાં પૂજ્યશ્રીના સર્વ ચેમાસાં ત્યાં જ થયેલાં. પણ કેટલાંક વર્ષથી નીકળેલાં નવાં બે તિથિમતને કારણે આ ઉપાશ્રયમાં બેસનારા વિશાશ્રીમાળી સંઘમાં બે પક્ષ પડ્યા હતા. બંને પક્ષેમાં પ્રસંગે પ્રસંગે કલેશ થતા હતાં. પણ સ્વભાવથી સરલ અને ઉદાર, તથા શ્રી વિજયદેવસૂરીય તપાગચ્છીય અવિ. છિન્ન શાસ્ત્રાનુસારિ પરંપરા પ્રમાણે પર્વતિથિની આરાધના કરનારા એક તિથિ પક્ષે કજિયાનું મેં કાળું કરીને અલગ સ્થાનમાં ધમની તથા પર્વની આરાધના કરવા માંડી. આરાધનામાં કલેશ થાય, એ તેઓને ન રુચ્યું. તેથી તેઓએ આ વ્યવસ્થા કરેલી. સાધુ મહારાજેને માસાં પણ અલગ સ્થાનમાં કરાવવાના નક્કી કરેલા. એ અનુસાર–પૂજ્યશ્રીસપરિવારને પણ નાના ચેલાવાડાના ઉપાશ્રય તરીકે ઓળખાતા શેઠ મૂળચંદ બુલાખીદાસના એ મકાનમાં ચાતુર્માસ રાખ્યા. આ ઉપાશ્રયની બાજુમાં જ આયંબિલશાળા હતી. તેમાં વ્યાખ્યાનનો પ્રબંધ થયો. અને પર્યુષણ પર્વમાં વ્યાખ્યાન-પ્રતિક્રમણદિ ક્રિયાઓ ખારવાડામાં આવેલા ભંપળના વિશાળ ઉપાશ્રયમાં સકલ સંઘે પૂજ્યશ્રીની છાયામાં ઘણાં જ ઉલ્લાસભેર કરી.
પૂજ્યશ્રીની પાવન નિશ્રા ઘણુ વર્ષે મળી, એથી ભાવિક ગૃહસ્થ પુષ્કળ દ્રવ્યવ્યય કરીને અનુપમ આરાધના કરવા-કરાવવાને લાભ લેતાં જ હતા, તો પણ ઉપાશ્રયની અગવડ દૂર કરવી જરૂર હતી. એ અગવડ દૂર થાય તે સંઘ કાયમ ઈચ્છાનુકૂળ આરાધનાને લાભ લઈ શકે, અને સાધુ ભગવંતના ચોમાસા પણ કાયમ કરાવી શકાય.
આ વાત પૂજ્યશ્રીના લક્ષ્ય બહાર ન હતી. તેઓશ્રીએ આગેવાનોને આ માટે પ્રેરણા કરી. સૌની ભાવના તો હતી જ, એમાં પૂજ્યશ્રીની પુનિત પ્રેરણા મળી, એટલે શું બાકી રહે ? જોતજોતામાં પચાસ હજાર રૂપિયાની ટીપ થઈ ગઈ. શેઠ સોમચંદ પોપટચંદ તથા ગાંધી કસ્તુરચંદ જેચંદે લાડવાડામાં એક જમીન ખરીદેલી. પૂજ્યશ્રીના ઉપદેશથી એ જમીન તેમણે ઉપાશ્રય માટે સમર્પણ કરી. ઉપાશ્રયને નિર્ણય થતાં પૂજ્યશ્રીએ “શ્રીસ્તંભતીર્થ તપાગચ્છ જૈન સંઘની પણ સ્થાપના કરી.
ચેમાસા દરમ્યાન પૂજ્યશ્રીના પ્રશિષ્ય મુનિશ્રી કુમુદવિજયજી મહારાજ કાળધર્મ પામ્યા. તેમની તબિયત તે સારી રહેતી હતી. છેલ્લાં બે દિવસ કાંઈક અસ્વસ્થ રહી, ને તરત તેઓ કાળધર્મ પામ્યા. તેમની પુણ્યસ્મૃતિ કાયમ રહે એ માટે સંઘે મહોત્સવ કરવા સાથે કદંબગિરિમાં નેસડા' તરીકે ઓળખાતા–૧૧ અને ૭ એરડાની ધર્મશાળા, ઉપાશ્રય, જ્ઞાનશાળાવાળા વિશાળ કંપાઉન્ડના પ્રવેશદ્વારની ઉપર યાત્રાળુઓને માટે “વૃદ્ધિવાટિકા” નામે એક માટે હેલ બંધાવ્યું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org