________________
નમસ્તે કદંબ !
૨૪૩
એક બાજુ–વિશાળકાય મંડપમાં પ્રભુની સન્મુખ પૂજ્યશ્રીમાન, આચાર્યશ્રી વિજયસૂરિજી મ. આ. શ્રી વિજયનંદન સૂરિજી મ. આદિ મુનિભગવંતે તથા વિધિકારકે વિશુદ્ધ અને પવિત્ર વિધિવિધાને કરાવી રહ્યા હતા. આજે સિદ્ધચક્ર પૂજન તે કાલે બ્રહનંદ્યાવતપૂજન. આમ વિવિધ પૂજને અને પછી પ્રભુજીના જગજજંતુહિતકારક પાંચ કલ્યાણકેના મહાન વિધાને કમસર ચાલી રહ્યા હતા. જાણે ત્યાંની દુનિયા દિવ્ય અને મંત્રમય બની ગઈ
બીજી બાજુ-હંમેશાં નવકારશી (સંઘજમણુ) થવા લાગી. આજે આ શેઠ તરફથી તે કાલે વળી બીજા શેઠ તરફથી—એમ બાવીશ નવકારશીઓ થઈ કે ખાતાં થાક્યા.
જોતજોતામાં ૨૦ દિવસ ઉત્સાહ ને ઉલ્લાસમાં વહી ગયા. એકવીસ-ફાગણ શુદિ બીજને મહાન દિવસ આ
આજે–અંજનશલાકાનું સર્વોત્કૃષ્ટ વિધાન થવાનું હતું. અરૂપીમાં રૂપને આરેપ કરવાને હતે. સિદ્ધમાં સાધ્યપણાની સમાપ્તિ કરવાની હતી. ધાતુ-રત્ન-પાષાણુમય પ્રભુપ્રતિમામાં પ્રાણની પ્રતિષ્ઠા એટલે જ અંજનશલાકા. જિનશાસનમાં સર્વોત્કૃષ્ટ-સર્વોત્તમ અને મહત્વપૂર્ણ વિધાન એટલે જ પ્રાણપ્રતિષ્ઠા. આજે એ જ વિધાન અહીં થવાનું હતું– જિનશાસનના શિરતાજ મહાસત્ત્વશાલીતપાગચ્છાધિરાજસાક્ષાત બ્રહ્મમૂર્તિ સમા આપણુ મહાન સૂરિરાજના પવિત્ર હસ્તે.
નેબત-શરણાઈ વગેરે વિવિધ વાજિંત્રોના મધુર અને કોમળ સૂરે વાતાવરણની મંજુલતામાં વૃદ્ધિ કરી રહ્યા હતા.
લેકોના હૈયામાં હર્ષ અને કુતૂહલની મિશ્ર લાગણી પ્રકટ સ્વરૂપ લઈ રહી હતી.
અને–મહાનું પવિત્ર પળે અંજન વિધાન(પ્રભુનું કેવળજ્ઞાન કલ્યાણક) નિર્વિઘપણે થયું. જિન ભગવાનમાં જ્ઞાનની અનંત જોત પ્રગટી, અને સમસ્ત જગત કો' અનિર્વચનીય આનંદની લાગણી અનુભવી રહ્યું.
હજારે લેકેના કંઠમાંથી જયજયના ગગનભેદી નાદ નીકળી રહ્યા. આજે શેઠ ચંદુલાલ બુલાખીદાસ–અમદાવાદવાળા તરફથી નવકારશી થઈ.
આ અંજનશલાકાની આગલી રાત્રે ભયાનક વાવાઝોડું થયું. એવો ભયંકર વંટોળી ઊડ કે તંબૂ-રાવટી-કંતાનની ઓરડીઓ વગેરે અસ્તવ્યસ્ત થઈ ગયું. જોકે તે આ વંટોળીયાની ખબર જ ન હોય, તેમ જ્યાં ત્યાં સૂતા હતા. જાણે કેઈએ અવસ્થાપિની નિદ્રાને પ્રયોગ કર્યો હોય. પણ આ વંટેળીયો શમી ગયા પછી પૂજ્યશ્રીએ પોતાના બહુશ્રુત શિષ્ય આ. શ્રીઉદયસૂરિજી મ. ને પ્રશ્ન કર્યો : “ઉદયસૂરિ ! આ કેઈ જેગ હતો ખરો ?”
તેમણે કહ્યું : “હા સાહેબ ! આ જોગ હતું. અને હજી સવારે સાડા પાંચ વાગે આ જોગ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org