________________
૨૪૨
* શાસનસમ્રાટ
આ સઘળાં પ્રતિમાજીની પલાંઠીમાં શિલાલેખ લખવા-કેતરવાનું કાર્ય પૂરઝડપે ચાલુ હતું. એક શુભ ચોઘડિયે શ્રીમૂળનાયક પ્રભુ ઉપર શિલાલેખ કરવાની શરૂઆત કરવામાં આવી. કુશળ કારીગર સ્નાનાદિથી શુદ્ધ થઈને કેતરવા બેઠા. પણ આશ્ચર્ય. ટાંકણું ચાલે જ નહિ. ઘણાં પ્રયત્ન કર્યા. કેમેય ટાંકણું અડે જ નહિ. ટાંકણાની તીક્ષ્ણ ધારને વધુ તેજ કરી. ટાંકણું બદલ્યાં. અરે! કારીગર પણ બદલ્યાં. પણ બધુંય નિરર્થક. શિલાલેખને એક અક્ષર પણ ન જ કેતરા. સૌ વિચારમાં પડી ગયા, ગભરાયા કે આ શું? પૂજ્યશ્રીને જાણ કરવામાં આવી. પૂજ્યશ્રી તરત ત્યાં પધાર્યા. પળવારમાં જ તેઓશ્રી જ્ઞાન-દષ્ટિ વડે બધું પામી ગયા. તેઓશ્રી ત્યાંથી દેરાસરમાં-જ્યાં શ્રીનેમિનાથ પ્રભુ હતા, ત્યાં ગયા અને ભકિતસભર સ્વરે પ્રાર્થના કરી કે પ્રત્યે ! આપને આ તીર્થમાં સુંદર જિનાલય બંધાવીને તેમાં મૂળનાયક તરીકે જ પધરાવવાની અમારી ભાવના છે, તે સફળ બને. હે નાથ ! હવે કૃપા કરો.”
આ પછી પૂજ્યશ્રીની સૂચનાથી એ જ કારીગરે લેખ કેતરવા માટે ટાંકણું અડાડયું કે તરત જ અક્ષરે સહેલાઈથી છેતરાવા લાગ્યા. પ્રભુના અલૌકિક પ્રભાવથી સૌ વિસ્મિત બની રહ્યા.
દેરાસરની બહાર વિશાળ ચોગાનમાં મોટે મજબૂત મંડપ બાંધવામાં આવ્યું હતું. એ મંડપમાં શાસ્ત્રીય વિધિપુર સર સુવિશાળ વેદિકા રચવામાં આવી. તેની ઉપર આકર્ષક રીતે ૧૦૦૦ પ્રતિમાજી પધરાવવામાં આવ્યા. જેનારા પણ વિચારમાં પડી જતાં કે આ તે પ્રતિમા નગર છે કે શું?
મહા શુદિ ૧૩ ના મંગલ દિવસે જલયાત્રા અને કુંભસ્થાપનાના મંગલ વિધાનપૂર્વક ૨૨ દિવસના આ મહામહોત્સવને પ્રારંભ થયે.
લોકોને માટેની વ્યવસ્થા અપૂર્વ હતી. શ્રી વકીલ, કામદાર, તથા અન્ય શ્રેષ્ઠિ શ્રાવકેએ એને માટે ખૂબ જહેમત ઉઠાવી હતી.
આ વાત સં. ૧૯૮૯ (ઈ.સ.૧૯૩)ની સાલની છે. મહા-ફાગણ માસમાં આ મહોત્સવ ઉજવાયો હતો. તે વખતે ત્યાં હેમાભાઈ શેઠની ધર્મશાળા સિવાય બીજું એકે ય સ્થાન નહિ. હાલ જ્યાં પેઢી બેસે છે, તે ઓરડાઓ હતા. તેમાં પૂજ્યશ્રી સપરિવાર બિરાજતા હતા. આ સિવાય ઉતારા માટે અન્ય સ્થાન હતું નહિ. અને મહોત્સવ પ્રસંગે હજારો માણસો ત્યાં આવ્યા હતા. પ્રતિષ્ઠાના દિવસે તે ૨૫ હજારની મેદની એ તીર્થમાં એકત્ર થયેલી. એ બધાને ઉતરવા માટે ૩૦૦ ઉપર તે પાકી–કંતાનની ઓરડાઓ બાંધી હતી, અનેક તંબૂ, શમિયાણું તથા રાવટીઓની સુંદર સગવડ કરી હતી.
આ તંબૂ-શમિયાણું વગેરેની રાજસી સગવડ ભાવનગર સ્ટેટના નામદાર મહારાજા શ્રીકૃષ્ણકુમારસિંહજી તથા તેમના મુખ્ય દિવાન સર પ્રભાશંકર પટ્ટણી સાહેબ કે જેઓ પૂજ્યશ્રીના અનન્ય ભક્ત હતા, તેમના તરફથી મળી હતી.
બીજી પણુ-જમણુની–પાણીની સર્વ સગવડ સંપૂર્ણપણે ત્યાં કરવામાં આવેલી. આવાં જંગલમાં પણ મંગલસમી આ અદ્ભુત સગવડ તથા વ્યવસ્થા જોઈને લેકે મેંમાં આંગળ નાખી ગયા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org