________________
નમસ્તે કાબ!
૨૪૧ થશે? પણ એમની એ વાત તે સહસ કિરણે તપતાં સૂર્યને ઢાંકવા માટે ધૂળ ફેંકવા જેવી જ બની રહી. પૂજ્યશ્રીના અખંડ બ્રહ્મતેજથી લેકે સુપરિચિત હતા. એથી તેમને કઈ વિદ્ગોને ડર ન હતો, અને એજ કારણે-શેઠ આ. ક. ની પેઢી, બાબુની ટુંક, મોતીશા શેઠની ટુંક, નરશી કેશવજીનું દેરાસર, વગેરે દેરાસરના વહીવટદારોએ પિતપતાના દેરાસરમાં પધરાવવા માટે અનેક નૂતન જિનબિંબ કરાવીને આ મહોત્સવમાં અંજનશલાકા માટે મૂક્યા. ખંભાત મારવાડ-માળવા-મેવાડ વગેરે પ્રદેશના શ્રાવકે એ પણ ધાતુના–પાષાણુના પ્રતિમાઓ આ અંજનશલાકામાં મૂક્યા.
નવીન જિનમંદિરની ભમતીમાં ૭૧ દેવકુલિકાઓ હતી. એમાં પણ શિખરબંધી, અને ૨૦ દેરીઓ ઘુમટીવાળી હતી. ૫૧ માં પણ ૧૩ મટી અને ૩૮ નાની દેરીઓ હતી. એ એકાવનેય દેરીઓના તથા તેમાં પધરાવવાના પ્રભુજીના આદેશ શેઠ માણેકલાલ મનસુખભાઈ શેઠ જમનાભાઈ ભગુભાઈ, શેઠ કસ્તૂરભાઈ લાલભાઈના પૂ. દાદીમા શ્રીગંગાભાભૂ, પ્રતાપસિંહ મેહલાલ, શેઠ ચીમનલાલ લાલભાઈ, શેઠ જેશીંગભાઈ કાળીદાસ, શેઠ ભેળાભાઈ જેશીંગભાઈ, શેઠ નગીનદાસ કરમચંદ, શેઠ અમુભાઈ રતનચંદ, શેઠ ચંદુલાલ ચુનીલાલ, શેઠ પોપટલાલ ધારશીભાઈ, નગરશેઠ કસ્તૂરભાઈ મણિભાઈના બહેન શ્રીપ્રભાવતી બેન, નગરશેઠ ચીમનલાલ લાલભાઈના ધર્મપત્ની શ્રીમહાલક્ષ્મીબેન, શેઠ જેશીંગભાઈ ઉગરચંદ, શેઠ ચંદુલાલ બુલાખીદાસ તથા શેઠ હઠીસિંહ કેસરીસિંહના કુટુંબીઓ વગેરે બોટાદ-ભાવનગર-જામનગર-અમદાવાદ-વડેદરા વિ. ગામના શ્રાવકવએ લીધેલા હતા. એક ઘુમટવાળી દેરીને આદેશ પણ અપાયેલ. એ સર્વ સ્થાનમાં પધરાવવા માટેના નવીન જિનબિંબ તથા શ્રીગણધરબિંબે આવી ગયા હતા.
અને મૂળનાયક ભગવાન્ ? આપણું શાસનના ચરમ તીર્થપતિઆપણું આસન્ન ઉપકારીત્રણ જગતના નાથ દેવાધિદેવ શ્રી મહાવીર પ્રભુ
એમની દિવ્ય છતાં ભવ્યતમ-૪૫ ઇંચ ઊંચી સપરિકર પ્રતિમા જયપુરથી તૈયાર થઈને આવી ગઈ હતી.
એનું દિવ્ય અને પ્રસન્ન મુખમંડળ-જાણે શરદ પૂનમને ચંદ્ર જ જોઈ લે. અને એની પાસ વ્યાપેલું દિવ્ય તેજ જાણે એ ચંદ્રની સ્ના.
ભાવુક છે તે નિરખતાં જ નહતા ધરાતાં. જાણે અમૃતાસ્વાદને અનુપમ આલ્હાદ અનુભવી રહ્યા હોય.
મહાકવિ ધનપાલે કરેલી “રામનિમર” સ્તુતિ અહીં ખરે જ પિતાની સત્યતા પુરવાર કરાવી રહી હતી.
આ અલૌકિક મૂર્તિ સહિત લગભગ એક હજાર જિનભૂતિઓ આ મહોત્સવમાં અંજનશલાકા માટે આવી હતી.
૩૧.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org