________________
૧૯૬
શાસનસમ્રાટ્
પાળમાં મહાત્સવ સાથે સૂરિમંત્રના પાંચ પ્રસ્થાનની આરાધના કરાવવાપૂર્વક પૂજ્યશ્રીએ સૂરિપદ પ્રદાન કર્યુ અને આચાર્ય શ્રીવિજયમેાહનસૂરિજી તરીકે સ્થાપ્યા.
જીર્ણોદ્ધાર અને તી યાત્રા એ પૂજ્યશ્રીને અતિપ્રિય હતા. ધર્મકાર્ય કરવાની ભાવનાવાળા ભાવિકને તેઓશ્રી એ માટે ખાસ ઉપદેશ આપતા. આ વખતે પણ ઝવેરી મેાહનલાલ ગેાકળદાસને તીથ યાત્રાના છરી' પાળતા સંઘ કાઢવા માટે ઉપદેશ ફરમાવ્યેા.
છરી' પાળ સઘની મહત્તા અને સંઘપતિપદ્યનું સૌભાગ્ય સમજનાર શ્રી મેાહનભાઇએ પૂજ્યશ્રીને કહ્યુ· : કૃપાનિધિ ! આપશ્રી જો સંઘમાં પધારો તા સંઘ કાઢવાના અમારા ઉચ્છ્વાસ અપાર રહે.
ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું : “ભાઈ ! શારીરિક પ્રતિકૂળતાને કારણે હું તેા નહિ આવી શકું. પણ શ્રીદશ`નસૂરિજી આદિ આવશે. તમે ઉત્સાહથી સંઘ કાઢો, મહાન્ લાભ મેળવે.”
પૂજ્યશ્રીના આ વચનને શિરોધાય કરીને મેાહનભાઇએ પૂજ્યશ્રીના પટ્ટધર આ. શ્રી વિજયદૅશનસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં શ્રીસિદ્ધાચલજી તીના છરી’ પાળતા સંધ કાઢ્યો.
તળાજામાં ગિરિવર ઉપર શ્રીલક્ષ્મીભાભુ તરફથી ખ ંધાતું જિનાલય તૈયાર થયું હોવાથી ત્યાંના સંઘે તથા શ્રીલક્ષ્મીભાભુએ તેની પ્રતિષ્ઠા માટે પૂજ્યશ્રીને વિન ંતિ કરી. પૂજ્યશ્રીએ સંઘ સાથે પાલિતાણા ગયેલા આ. શ્રીવિજયદશનસૂરિજી મ. ને પ્રતિષ્ઠા કરાવવાની આજ્ઞા ફરમાવતાં તે તળાજા ગયા. ત્યાં નવીન દેરાસરમાં શ્રીપાશ્ર્વ'પ્રભુ આદિ જિનબિબેની, તેમજ તીર્થંધિનાયક સાચાદેવ શ્રીસુમતિનાથ દાદાની ટુકમાં નવનિર્મિત શુરુમ ંદિરમાં–શ્રીગૌતમ સ્વામીજી, શ્રીહેમચંદ્રાચાય, શ્રીવૃદ્ધિચદ્રજી મ. આદિ ગુરુ ભગવતાની મૂર્તિઓની પ્રતિષ્ઠા વૈશાખ શુદ ૧૦ના દિવસે કરાવી.
અહી" અમદાવાદમાં પાંજરાપાળના ઉપાશ્રયે–માગશર માસથી શ્રીભગવતીજી સૂત્રના ગ વહી રહેલા મુનિશ્રી નંદનવિજયજી મહારાજને પૂજ્યશ્રીએ વૈશાખ શુદ દશમે ગણિષટ્ટ તથા વૈશાખવદ છઠ્ઠું પંન્યાસપદ અર્પણ કર્યાં. આ પ્રસ`ગે ઉપાશ્રયની જોડેની જગ્યામાં (જ્યાં હાલ શ્રીવિજયનેમિસૂરિ જ્ઞાનશાળા છે ત્યાં) સિદ્ધાચલજી આદિ તીર્થોની ભવ્ય રચનાઓ રચવામાં આવેલી, અઠ્ઠાઈ મહેાત્સવ પશુ ભારે ઠાઠ સાથે ભાવિકાએ ઉજજ્યેા.
આ પઢવીના વિધાનસમયે વિખ્યાત વિદ્વાન્ પ્રેા. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ સાદ્યન્ત હાજર રહ્યા. શ્રીધ્રુવને પૂજ્યશ્રી ઉપર અપાર સદ્ભાવ હતા. જૈનદશનના અધ્યયન-અધ્યાપન કે લેખન કાર્ય માં કયારે પણુ-કાંઈપણ શકા થાય તે તે તરત જ શ્રીઅમૃતલાલ બાપુલાલ કાપડિયાને સાથે લઈ ને પૂજ્યશ્રી પાસે આવતા અને તે શંકાનું સમાધાન મેળવી લેતા. ‘સ્યાદ્વાદમંજરી’ના અંગ્રેજી અનુવાદ કરતી વેળાએ તેએ અનેક વાર પૂજ્યશ્રી પાસે આવીને શકાઓના નિરાકારણા મેળવી ગયેલા. તેમણે આ પદવીપ્રદાનની મંગળક્રિયા જોઇને તથા પદવી લેનારને અપાતી હિતશિક્ષા સાંભળીને ખૂબ આનદ અનુભવ્યેા. તેમણે પૂજ્યશ્રીને કહ્યું : “આવે! પદવીદાન-વિધિ તા મે' આપની પાસે અને પ્રથમવાર જ જોયા. પદવીપ્રદાન તે સત્ર આવી રીતે વિધિપૂર્ણાંક જ થવું જોઇએ. અમારે પણ અમારા (કેાલેજોના) પદવીદાન-સમાર ભામાં આવે। વિધિ દાખલ કરવા જોઈ એ, અને પદવી લેનારને તેના શિરે કેવી જવાબદારી મૂકવામાં આવી છે, તેને ખ્યાલ આપતી શિખામણ પણ આપવી જ જોઈ એ.’’
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org