________________
અદ્ભુત કુનેહ-દૃઢ આત્મબલ
ત્યારબાદ સ. ૧૯૮૦ નું ચાતુર્માસ પણ પૂજ્યશ્રી અહારની વાડીના પ્રવેશદ્વાર ઉપરના શ્રી હુઠીભાઈ શેઠના બંગલામાં બિરાજ્યા. એની નીચેના ભાગમાં કવિસમ્રાટ્ શ્રી ન્હાનાલાલ દલપતરામ સહકુ ટુંબ રહેતા હતા. પૂજ્યશ્રીની પ્રતિભાથી તેમજ વિખ્યાત વિદ્વત્તાથી તેઓ સુપરિચિત હતા. અને એ જ કારણકે પૂજ્યશ્રીના શ્રીમુખે ‘ગણુધરવાદ' નુ શ્રવણુ કરવુ, એ જીવનના અપૂર્વ લ્હાવા છે, તેઓ ૧૯૭૮ માં એ માટે જ ખાસ ખભાત ગયેલા, અને પૂજ્યશ્રીના ‘ગણધરવાદ’ સાંભળીને ઉપર્યુકત વાતની વાસ્તવિકતા ઊંડા સતાષ સાથે અનુભવેલી. અહી' તેઓ હમેશાં પૂજ્યશ્રી પાસે આવતા, અને સંસ્કૃત સાહિત્ય-કાવ્ય-રસ તથા વેદાન્તસાંખ્ય દર્શીન વિ. વિધવિધ જ્ઞાનવિજ્ઞાનની ચર્ચા-વિચારણા કરતા. આ વખતે પણ તેઓએ ફરીવાર પૂજ્યશ્રીના ગણધરવાદને અણુમેલ શ્રવણ--લાભ લીધા. પૂજ્યશ્રીના અજોડ ગુણા પ્રત્યે તેમના દિલમાં ઘણા જ અહેાભાવ હતા.
બહારની વાડીના દેરાસરની સ્થાવર મિલ્કતાના તથા ભંડારના નાણાં વિ. ના વહીવટ વ્યવસ્થિત કરવાનું કામ નિવૃત્ત ન્યાયાધીશ શ્રીનમ દાશ ંકરભાઈને સોંપાયેલું. આ કામના વ્યવસ્થિત ઉકેલ એકલે હાથે લાવવા મુશ્કેલ જણાતાં તેમણે મહાકવિ શ્રી ન્હાનાલાલભાઈ ને પૂછ્યું : “જૈને માં કોઈ એવી તટસ્થ અને સમજદાર વ્યકિત છે કે જે આ મામલાના ઉકેલ
લાવી શકે ?”
૧૯૩
ત્યારે મહાકવિએ પૂજ્યશ્રીનુ નામ જણાવ્યું. એટલે નમદાશંકરભાઈ પૂજ્યશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રીએ પણ નગરશેઠ શ્રી કસ્તૂરભાઇ મણિભાઇ, વકીલ કેશવલાલ પ્રેમચંદ, શેઠ જેશીગભાઇ (વાડીવાળા), અને શેઠ હઠીસિંહના કેસરીસિંહના કુટુ બીજના સાથે ચેાગ્ય વિચારવિનિમય કરીને તમામ ગુ ંચા અદ્ભુત કુશળતાથી ઉકેલી સૌના મનના સુંદર સમાધાન કર્યાં, અને વ્યવસ્થા તથા વહીવટ માટે ‘શેઠ હઠીસિંહ કેસરીસિ ંહ ટ્રસ્ટ”ની સ્થાપના કરી.
ચેામાસા પછી તત્ત્વવિવેચક સભાના સભાસદ શ્રી જમનાદાસ હીરાચંદ્ર ઘેવરીયા તથી નીકળેલા શ્રી શેરીસાતીના છ‘રી’ પાળતા સંઘમાં પૂજ્યશ્રી સપરિવાર પધાર્યા. અહીં યાત્રા કરી પાનસર ગયા. ત્યાં પંદરેક દિવસ સ્થિરતા કરી. આ સ્થિરતા દરમ્યાન આચાર્ય શ્રી વિજયદાન સૂરિજી મ., તથા તેમના શિષ્ય મુનિશ્રીપ્રેમવિજયજી મ. (સ્વ. આ. શ્રીવિજયપ્રેમસૂરિજી મ.) આદિ તથા વાચનાચાર્ય શ્રીમાણિકયસિસૂરિજી મ. આદિ પણ અહીં આવેલા. તેઓ સૌ પૂજ્યશ્રી પાસે આવ્યા અને કલાકો સુધી વિવિધવિષયક વિચારણા કરી.
પાનસરથી પૂજયશ્રી ડાંગરવા પધાર્યાં. આ. શ્રી દનસૂરિજી મ. ના શિષ્યરત્ન (બેાટાદના) મુનિશ્રી ગુણવિજયજી મ. ને અહીં ન્યુમેનિયા થઈ ગયે. સારવાર સારી ર તે કરવા છતાંય તેઓ એ તાવમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તે નાની વયના અને વિદ્વાન્ હતા. તેમણે ‘હૈમધાતુમાળા' નામે ગ્રંથની રચના કરી છે.
ડાંગરવાથી વિહાર કરીને પૂજયશ્રી ભાયણી પધાર્યાં, ગત ચાતુર્માસ પાટણમાં રહેલા પૂજ્યશ્રીના શિષ્ય ૫.શ્રીવિજ્ઞાનવિજયજી ગણિવરાદિ પણ અહી. પૂજ્યશ્રીને આવી મળ્યા. તેઓએ જોધપુરના એક ગૃહસ્થને દીક્ષા આપેલી, અને મુનિશ્રી વલ્લભવિજયજી મ. નામ રાખીને પેાતાના શિષ્ય કર્યાં હતા. શ્રીવલ્લભવિજયજી મ. પૂજયશ્રીની ભક્તિમાં અવિરત તત્પર રહેતા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org