________________
[૩૯] કાપરડાને પુનરુદ્ધાર
રાજા, વાજાં, ને વાંદરા, ત્રણે સરખા. રાજા કેઈન મિત્ર થયે જાણે નથી. કાચા સુતરને તાંતણે ને રાજાની દોસ્તી, બન્ને સમાન. ક્યારે તૂટે એ ખબર ન પડે.
જોધપુર સ્ટેટના બિલાડા પરગણાના સૂબેદાર શ્રીભાનાજી ભંડારીને આ વાતને અનુભવ એક દિવસ થયે.
વાત આમ બની.
જોધપુર રાજ્યના ૨૨ પ્રગણુઓમાં બિલાડા પ્રગણું ઘણું મહત્વનું હતું. શ્રીકાપરડાતીર્થ એ પ્રગણાનું ગૌરવ હતું. એ પ્રગણાના હાકેમ તરીકે મહારાજા શ્રીગજસિંહજીએ જેનારણના ભંડારી શ્રી ભાનુમલજીને નીમેલા. તેઓ સત્યનિષ–સ્વામિભકત અને પરમજૈન શ્રાવક હતા. વહીવટી કુશળતા અને નીતિમત્તા, તેઓના શ્રેષ્ઠ ગુણે હતા.
રાજકારભાર એટલે કુટિલતા અને ખટપટની દુનિયા. એ દુનિયાથી દૂર રહેવા માટે સદૈવ જાગરૂક ભંડારીજી એકવાર કઈક ખટપટના ભોગ બની ગયા. કોક વિદ્મસંતોષીએ મહારાજાના કાન તેમની વિરુદ્ધ ભંભેર્યા. એટલે મહારાજાએ તત્કાલ તેમને પકડી લાવવા માટે માણસો મોકલ્યા.
રાજપુરૂષને આવેલા જોઈ તથા તેમની હકીકત સાંભળીને ભંડારીજીનું રૂંવાડું પણ ન ફરક્યું. તેઓ સ્થિતપ્રજ્ઞભાવે તે પુરૂષ સાથે ચાલી નીકળ્યા. રાજપુરૂષય આશ્ચર્ય પામ્યા.
તેઓ પ્રાતઃકાળે નીકળેલા. માર્ગમાં સૂર્યોદય થતાં રાજદૂતે પ્રાતઃકર્મ માટે કાપરડાનગરની સીમમાં થંભ્યા. ત્યાં તેઓએ ભંડારીજીને પ્રાતઃક્રિયા કરવા કહ્યું. તેમણે ના કહી.
રાજનિકોએ કારણ પૂછતાં જણાવ્યું કે-હું જૈન છું. અને મેં માવજીવ પ્રતિજ્ઞા લીધી છે કે–જિનેશ્વરદેવના દર્શન કર્યા વિના અન્નજળ ગ્રહણ ન કરવા. માટે તમે શિરામણું કરી લે, મારે નથી કરવું.
ભંડારીજી! ગમે તેમ તેય આપ અમારા ઉપરી છે. આપના વિના અમે કેમ ભેજન કરી શકીએ ? આપ અહીં બેસો, હું હમણાં જ કાપરડાનગરમાં જિન-મૂર્તિની તપાસ કરી આવું. સૈનિકના નાયકે કહ્યું. અને તરત જ તે સેંકડો ધનાલ્યોથી ભરપૂર અને લાખો રૂપિયાના કવિક્રયવાળા કાપરડાનગરમાં ગયે. તપાસ કરતાં એક ઉપાશ્રયમાં એક યતિવર પાસે મતિ હોવાનું તેણે જાણ્યું. તરત જ તે પાછો આવ્યો, ને ભંડારીજીને ત્યાં લઈ ગયો. ભંડારીએ પ્રભુદર્શન તથા ગુરૂવંદન કર્યા.
યતિજ જ્ઞાની હતા. તેમણે ભંડારીજીની સર્વ બીના જાણી. અને સ્વરોદયશાસ્ત્રના આધારે કહ્યું કે “તમારે ગભરાવું નહિ. તમારી પાસે સાચી છે, અને હંમેશાં સાચને જ વિજય થાય છે.”
યતિવરના આશીર્વાદ લઈને તેઓ જોધપુર દરબારમાં પહોંચ્યા. સંદિગ્ધ મહારાજાએ ૨૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org