________________
૧૪૦
શાસનસમ્રા
આમ કહીને પૂજ્યશ્રીએ ગિરનારજી ઉપર આપણે હકક દર્શાવતા શાસ્ત્રીય પુરાવાઓ, તથા બીજા ઘણા પુરાવાઓ (લગભગ ૧૨૦૦) તેમને દેખાડ્યા. અને શ્રીગોકળદાસ અમથાશાહ પાસે ઇંગ્લિશમાં લખાવેલા મુદ્દાઓ (points) તથા દલીલે પણ દેખાડ્યા.
આ બધું જાણુને તથા જોઈને શીશુકલ ખૂબ ખુશ થઈ ગયા, અને બોલ્યા કે જે આટલી બધી તૈયારી હોય, તે આપણે જરૂર લડવું જ. હવે સમાધાનની વાત જ ન જોઈએ. - આ પછી તેમણે ગોકળદાસભાઈવાળ મુદ્દાઓને ઉપયોગ કરવા દેવાની રજા માગી, પૂજ્યશ્રીએ રજા આપી. આ સિવાય પૂજ્યશ્રીએ ઘણી ઘણી કિંમતી સલાહ-સૂચનાઓ તેમને આપી. જેથી તેમને સંતોષ થવા સાથે પૂજ્યશ્રી પ્રત્યે અપાર માન પ્રગયું. અને સાધુઓ કાયદાની વાતમાં શું સમજે ? એવી તેમના મનની છાપ ભુંસાઈ ગઈ. તેમણે કહ્યું : સાહેબ ! આપશ્રી કાઠિયાવાડના છે, અને હું પણ કાઠિયાવાડને છું. માટે આપણી વચ્ચે મતભેદ હોય જ નહિ. આપ જેમ કહે તેમ જ થશે. ત્યારપછી તેઓ ગયા. અને ઈ.સ. ૧૯૧૫ માં (વિ. સં. ૧૯૭૨) જુનાગઢની હજુર કેટમાં આપણું તરફથી અપીલ કરી.૧
સં. ૧૯૭૦ ના આ વર્ષે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ અને અમદાવાદ શ્રીસંઘના સંઘપતિ નગરશેઠશ્રી કસ્તૂરભાઈ મણિભાઈ કે જેઓ એક બાહોશ મુત્સદ્દી અને ધર્મ-વ્યવહાર-કુશળ પુરૂષ તરીકે પંકાયેલા હતા, તેઓ પરદેશ (Foreign)ના પ્રવાસે દરિયામાર્ગે ગયા હતા. માર્ગમાંથી-સ્ટીમરમ્મથી તેમણે પૂજ્યશ્રી ઉપર એક પત્ર લખેલો. તે વાંચતાં આપણે સમજી શકીએ કે ખરેખર ! આપણુ મહાન ચરિત્રનાયક સૂરિદેવશ્રી વાસ્તવમાં આપણું મહાત્ તીર્થોના હક અને શેઠ આ. ક. ની પેઢીના આધાર અને માર્ગદર્શક હતા. આ રહ્યો એ પત્રઃ
તા. ૭મી મે-૧૧૪ એડન. “શ્રી પરમપૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયનેમિસૂરીશ્વરજી. સ્ટીમરમાંથી કરતુરભાઈ તથા ઉમાભાઈ તથા લાલભાઈના વંદણું ૧૦૦૮ વાર અવધારશે. ધર્મપસાયથી દરિયે ૧. ત્યારપછી હજુર અદાલતનો ચુકાદો પણ આપણી વિરૂદ્ધમાં આવવાથી આપણે રાજકોટ–એ. જી.
છે. ની. કોર્ટમાં અપીલ કરી. પણ મિ. મેકેનીકીએ ત્યાં પણ આપણી વિરૂદ્ધ ફેંસલો જ આપે. આ પછી આપણી દુભાતી લાગણી જોઈને સરકારે “એલ-ગ્રેહામ” નામના ન્યાયખાતાના અધિકારીને આ બાબતમાં તપાસ માટે નીમ્યા. મિ. ગ્રેહામે સંપૂર્ણ જાતતપાસને આધારે સરકારને રિપોર્ટ કર્યો. જો કે એ રિપોર્ટમાં તેમણે આપણો મૂળ ગરાસિયા રાઈટ તે માન્ય નહોતો રાખ્યો. પણ ગિરનાર પર્વત પરની જે જે જગ્યાઓ-ટુંક વિ. ને. કબજે સ્ટેટે આપખુદીથી લીધેલું, અથવા દિગંબર-બ્રાહ્મણદિને આપેલે, તેને અયોગ્ય જણાવીને એ સર્વ ઉપર તાંબર જૈન જ હકક છે, અને એના ખરા માલિક તેઓ જ છે, એમ પુરાવા સાથે સાબિત કરી આપેલું. મૂળગરાસિયા સ્ટેટસ ન મળે તો પણ ડુંગર લગભગ આપણી માલિકીને જ ગણાય, એવી પરિસ્થિતિ આ રિપોર્ટથી તેમણે સર્જેલી. પણ આ રિપોર્ટ ગમે તે કારણે સરકારે જાહેર ન કર્યો. અને આપણું પણ ત્યારપછી આ વિષે દુર્લક્ષ્ય સેવાયું. પરિણામે સ્વરાજ્ય પછી સૌરાષ્ટ્ર સરકાર સાથે સમાધાન કરીને આપણે પાંચમી ટુંક વિ. અમુક અગત્યનાં સ્થાને આપણી જાતે જ સોંપી દીધા. આમ આ વાતનો અંત આવ્યો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org