________________
૧૩૯
તીર્થરક્ષાના આધાર-શાસનસમ્રાટું
હવે-શુકલ બેરિસ્ટરની ઈચ્છા એવી કે સમાધાન કરીએ તે ઘણું સારું. કારણ કે એક વખત હાર્યા, તે આગળ પણ હારવાને સંભવ રહે. પિતાને આ વિચાર તેમણે શેઠ આ. ક. ના પ્રતિનિધિ શેઠશ્રી અંબાલાલ સારાભાઈને જણાવ્યું, ત્યારે શેઠે તેમને કહ્યું તમારી વાત સાચી હશે. પણ એ વાત અમારા વિદ્વાન ધર્મગુરૂને તમે સમજાવે. તેઓશ્રી જે સંમત થાય, તે તેમ કરીશું.
એટલે શ્રી શુકલ શેઠ અંબાલાલભાઈની સાથે પૂજ્યશ્રી પાસે આવ્યા, અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને બેઠા. તેમના મનમાં એવું ખરું કે –આ સાધુમહારાજ આવી કાયદાની વાતમાં શું સમજે ? તેમને સમજાવતાં કેટલી વાર? આ સમજીને જ તેઓ પૂજ્યશ્રી પાસે આવેલા.
આવતા વેંત તેમણે પિતાની વાત શરૂ કરી કે અત્યારે હાર્યા, તે આગળ પણ હારવાને સંભવ રહે, વિ. વિ. કારણસર આપણે સ્ટેટ સાથે સમાધાન કરવું યોગ્ય છે.
આ વખતે પૂજ્યશ્રી કંઈક બેલવા ગયા, કે તરતજ શ્રીશુલે કહ્યું આપ તે સાધુ છે, કાયદાની બાબતમાં આપને સમજ ન પડે.
આ સાંભળીને અંબાલાલભાઈ બોલ્યા “મિ. શુકલ! આવી ભાષા બંધ કરે. મહારાજશ્રી કહે તે સાંભળીને દલીલથી સવાલ-જવાબ કરે.”
આથી બેરિસ્ટર ધીમા પડ્યા અને પિતાની વાત દલીલથી રજૂ કરી.
તેમની બધી વાત સાંભળ્યા પછી પૂજ્યશ્રીએ હાસ્યપૂર્વક (શુકલને ઉદ્દેશીને કહ્યું “તમે કહે છે કે- સાધુઓ કાયદાની વાતમાં શું સમજે ? પણ હું તમને પૂછું કે-કાયદો એટલે શું ? what is law? કાયદે એટલે સમાન્ય-સ્વાભાવિક બુદ્ધિ (Comman sence). એ સ્વાભાવિક બુદ્ધિ જેમનામાં કુદરતી રીતે નહાતી, તેમને આ વકીલાતનું ભણવા અને ઉપાધિઓ (Degrees) લેવા જવું પડયું. અને જેને એ “કેમન સેન્સ' સ્વભાવતઃ જ હતી તેમને ભણવા જવાની જરૂર ન પડી.”
શ્રી શુકલ તે આ વાત સાંભળીને છક થઈ ગયા. સસ્મિત–વદને તેમણે પૂજ્યશ્રીની આ આ વાત કબૂલી.
ત્યારપછી પૂજ્યશ્રીએ કહ્યું: “રાજ્યપ્રકરણી કેટે જે ચુકાદો આપે, તે જ ચુકાદો ઉપરની-હજુર અદાલતમાં પણ મળશે, એમ માનવાને કઈ કારણ નથી. કારણકે-નીચલી (રાજ્યપ્રકરણી) કેટે જે ચુકાદો આપે, તે હંમેશાં સાચે જ હોય, એવી સરકારને ખાત્રી હત તે તેની ઉપર મોટી અપીલ કેટ ન રાખત. અને સમાધાન એટલે શું ? પાંચમી ટુંક અને બીજા સ્થાનકે સ્ટેટને સેંપી દેવા એ જ કે બીજું કાંઈ?
માટે અમારે એવું સમાધાન નથી કરવું. અમારા વૃદ્ધ પુરૂષોએ-પૂર્વની ડેશીઓએ પેટે પાટા બાંધીને આ તીર્થન્ક અને દેરાસર માટે પૈસા અને પ્રાણ આપ્યા છે. એ કાઈને સોંપી દેવા માટે નથી આપ્યા. પણ એના સંરક્ષણ માટે આપ્યા છે. માટે ચાહે તે થાય, પણ આપણે હજુર અદાલતમાં અપીલ તે કરવી જ છે. તમને એમ લાગતું હોય, કે એમાં હારવાને સંભવ છે, તે આપણે બ્રિટિશ ગવર્મેન્ટને અપીલ કરીશું, અને છેવટે પ્રીવી કાઉન્સીલ સુધી પણ જઈશું. પણ સમાધાનની વાત તે કરશે જ નહિ.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org