________________
જીવદયાના જ્યોતિર્ધર
માસા બાદ શેઠ શ્રી હીરાભાઈ ચકુભાઈ તરફથી શ્રીસિદ્ધાચલજી મહાતીર્થને છે “રી પાળતો સંઘ પૂજ્યશ્રીમાની નિશ્રામાં નીકળે. પાલિતાણા પહોંચી, તીર્થયાત્રા કરીને શ્રીસંઘ સ્વસ્થાને ગયે. પૂજ્યશ્રીએ પાલિતાણામાં થડા દિવસ માટે સ્થિરતા કરી. દરમિયાન
પૂજ્યશ્રીના શિષ્યરત્ન પૂ. મુનિશ્રી દર્શનવિજ્યજી મ. મુનિશ્રી પ્રતાપવિજયજી મ. મુનિશ્રી ઉદયવિજયજી મ. વગેરે મુનિવરોએ ચૌવિહાર છઠ્ઠ કરવાપૂર્વક ગિરિરાજની સાત યાત્રા કરી.
પાલિતાણાથી વિહાર કરી પૂજ્યશ્રી મહુવા પધાર્યા. અહીં તેઓ શ્રીમાનના ઉપદેશથી શ્રીનેત્તમદાસ ઠાકરશી નામના એક વૈષ્ણવ ગૃહસ્થને પ્રતિબંધ થે. મહુવાની નજીકમાં દરિયા કાંઠે આવેલા “નૈપ” ગામના તેઓ વતની હતા. તેઓ પૂજ્યશ્રીને પિતાના ગામે લઈ ગયા, અને ત્યાં નાણું મંડાવીને શ્રીસમ્યક્ત્વ સહિત શ્રાવકધર્મ અંગીકાર કર્યો.
અહીં દરિયાકાંઠે માછીમારો માછલાં પકડતા અને ખૂબ જીવ-હિંસા કરતા. પૂજ્યશ્રીએ એ વાત જાણ. જીવ-દયામય શ્રીજિનશાસનના નાયક પૂ. આચાર્ય દેવથી આવી ભયંકર જીવહિંસા શું જોઈ જાય? તેઓશ્રી આ હિંસાને અટકાવવા માટે શ્રીનરોત્તમદાસને સાથે લઈને દરિયા-કિનારે પધાર્યા. ત્યાં નિત્ય-નિયમ પ્રમાણે અનેક માછીમારે જાળ વડે સેંકડે ને હજારોની સંખ્યામાં માછલાં પકડી રહ્યા હતા. તેઓ ખૂબ અજ્ઞાન હતા. પણ સાથે ભેળાં પણ એટલા જ હતા. તેઓ આવા દેવપુરૂષ જેવા સાધુભગવંતને પોતાની પાસે આવેલા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. અને પિતાના કાર્ય છોડી દઈને તરત જ પૂજ્યશ્રીના દર્શન કરવા એકત્ર થઈ ગયા.
પૂજ્યશ્રીએ પણ-જેમ શ્રીવૃદ્ધિવાદિસૂરીશ્વરજી મહારાજે શ્રી કુમુદચંદ્ર પંડિત (શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિ મ) સાથેના વાદવિવાદમાં “નવિ મારિયઈ નવિ ચેરિયઈ.” ઈત્યાદિ બેધવચને કહીને મધ્યસ્થ બનેલા ગામના અબુઝ ખેડૂતને પ્રતિબંધ પમાડ્યા હતા, તે જ પ્રમાણે આ ભેળાં માછીમારો સમજે એવી સરળ ભાષામાં દયાધર્મને ઉપદેશ આપ્યો-મહિમા સમજાવ્યો, અને જીવહિંસાથી થતું નુકશાન પણ સમજાવ્યું.
દેવપુરૂષ જેવા મહાત્મા પિતાના આંગણે પધાર્યા, અને તેઓએ પિતાનું કલ્યાણ કરે એવી વાત કહી, એથી પેલાં ભદ્ર ધીરે ખૂબ પ્રભાવિત બન્યા. પૂજ્યશ્રીની સમીપે પિતાના આજ પર્યન્તના પાપને એકરાર-પસ્તાવો કરતાં કરતાં તેમણે તે જ ક્ષણે માછલાં ન પકડવાની અને જીવહિંસા ન કરવાની પ્રતિજ્ઞા લીધી. આથી અગણ્ય જીને અભયદાન મળ્યું.
આ મહાન લાભ જેઈને નરોત્તમદાસને ઉત્સાહ વધ્યો. તેમણે માછીમારો પાસેથી જાળ લઈ લીધી. માછીઓએ પણ એ જળે હવે પિતાને ઉપયોગી નહોતી, માટે રાજીખુશીથી આપી દીધી.
નેપ ગામથી વિહાર કરીને પૂજ્યશ્રી દરિયાકાંઠે આવેલા વાલાક અને કંઠાલ પ્રદેશના વાલર, તલ્લી, ઝાંઝમેર વિગેરે અનેક ગામમાં વિચર્યા, અને ત્યાં વસતા સેંકડે માછીઓને પ્રતિબંધ પમાડીને અગણિત જીવની હિંસા કાયમ માટે અટકાવી. માછીઓને મહાભયંકર
૧૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org