________________
૧૫૮. મેરુ પર્વતથી ઊંચું અને આકાશથી વિશાળ જગતમાં
કશું નથી, તેવી જ રીતે અહિંસા સમાન (જગતમાં)
બીજે કઈ ધર્મ નથી એમ જાણે. ૧૫૯ મુનિએ કહ્યું : હે રાજન! તને અભય છે અને તું
પણ અભયદાતા બન. આ અનિત્ય જીવલેકમાં તું હિંસામાં શા માટે આસક્ત બની રહ્યો છે ?
પ્રકરણ ૧૩ : અપ્રમાદ સૂકા આ મારી પાસે છે અને આ મારી પાસે નથી તથા આ મારે કરવું છે અને આ નથી કરવું–આ પ્રમાણે મિથ્યા બકવાસ કરનાર પુરુષને, ઉઠાવી લેવાના
સ્વભાવવાળે, કાળ ઉઠાવી લે છે, તે શા માટે
પ્રમાદ કરો? ૧૬૧. આ જગતમાં જ્ઞાનાદિ સારભૂત વસ્તુ છે. જે પુરુષ
સૂતે રહે છે તેને એ અર્થ નષ્ટ થઈ જાય છે,
એટલા માટે સતત જાગરણપૂર્વક પૂર્વ-અજિત
કને ખંખેરી નાખે. ૧૬૨. ધાર્મિક માટે જાગવું શ્રેયસ્કર છે અને અધાર્મિક
માટે સૂવું શ્રેયસ્કર છે – આવું ભગવાન શ્રી મહાવીર સ્વામીએ વન્સ દેશના રાજા શતાનીકની બહેન જયંતી ને કહ્યું હતું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org