________________
સમજી એનાથી વિરક્ત થાય છે. એ રાગ-દ્વેષને જ પોતાના સૌથી મોટા શત્રુ સમજી બધી રીતે પરિહારને ઉપાય કરે છે.
ક્રોધ, માન, માયા, અને, લોભને ઠેકાણે એ અનુક્રમે ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ વગેરે ગુણેને આશ્ચય લે છે. ચારે કષાયોને નિગ્રહ કરીને વિષયમાં ફસાયેલી ઇન્દ્રિયોને સંયમિત કરે છે. બધાં પ્રાણુઓને આત્મવત લેખે છે અને એમનાં સુખ-દુઃખને પિતાનાં જ હોય તેમ અનુભવ કરે છે. બીજાઓની જરૂરિયાતને સમજી, એની કદરને બુઝી, પરિગ્રહને યથાશક્તિ ત્યાગ કરે છે. પિતાની તથા બીજાની તરફ સદા જાગ્રત રહે છે અને યતનાચારપૂર્વક મેક્ષમાર્ગમાં નિર્ભયતાથી વિચરણ કરે છે.
(૨) મોક્ષ માગ : આ નામ બીજા ખંડનું છે. આમાં ઠગ દેનાર વ્યક્તિની તમામ શંકાઓ, ભયવાળી સંવેદનાઓ, આકાંક્ષાઓ અને મૂઢતાએ શ્રદ્ધા (દર્શન)-જ્ઞાન - ચારિત્રની, અથવા જ્ઞાન-કર્મ-ભક્તિની ત્રિવેમાં ધોવાઈ જાય છે. ઈષ્ટ-અનિષ્ટના તમામ દ્વઢો સમાપ્ત થઈ જાય છે, અને સમતા તથા વાત્સલ્યનું ઝરણું ફૂટી નીકળે છે. એનું ચિત્ત સંસારના ભેગે તરફથી વિરત થઈ પ્રશાંત બને છે. ઘરમાં રહેતા હોય, તે પણ જળમાં કમળની જેમ રહે છે. વેપાર ધંધે બધું જ કરતાં હોવા છતાં એ કશું જ કરતું નથી.
શ્રાવક, શ્રમણ ધર્મ ક્રમશ : આધાર લઈને એનું ચિત્ત સહજ રીતે જ્ઞાન–વૈરાગ્ય-અને-ધ્યાનની વિવિધ શ્રેણીઓને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org