SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ એમાં ઉમેરો કરે છે, જ્યારે અનેકાન્ત, સમન્વય અને વિરોધ-પરિહારને માર્ગ દેખાડે છે. સૌની વાતમાં સત્યનો અંશ હોય છે, અને એ સત્યને અંશ સમજીએ તે વિવાદ સહેલાઈથી ટળી શકે છે. જેને પિતાની વાતની હઠ અથવા પોતાના જ સાચાપણને આગ્રહ નથી હેતે એવી જ વ્યક્તિ અનેકાન્ત મારફતે ગાંઠેને સારી રીતે ઉકેલી શકે છે. આમ તે દરેક મનુષ્ય અનેકાન્તમાં જીવે છે, પણ એને ખબર નથી કે એ જ્યોતિ ત્યાં છે અને એનાથી જ એ પ્રકાશિત છે. આંખે પર આગ્રહને પાટા બાંધેલ હોય ત્યાં સુધી વસ્તુ-સ્વરૂપનું સાચું દર્શન થઈ શકતું નથી. અનેકાન્ત દષ્ટિ વસ્તુ અથવા પદાર્થથી સ્વતંત્ર સત્તાને ઉદ્દેશ કરે છે. વિચાર જગતમાં અહિંસાનું મૂર્ત રૂપ અનેકાન્ત છે. જે અહિંસક હશે એ અનેકાન્તી હશે અને જે અનેકાન્તી હશે તે અહિંસક હશે. આજે જેન ધર્મનું જ સ્વરૂપ આપણી સામે છે તે પ્રભુ શ્રી મહાવીર સ્વામીની દેશનાથી અનુપ્રાણિત થયેલું છે. આજે એમનું ધર્મ-શાસન પ્રવતી રહ્યું છે. મહાવીર પ્રભુ ધર્મ અને દર્શનના સમન્વયકાર હતા. જ્ઞાન, દર્શન અને આચરણનો સમન્વય જ મનુષ્યને દુ:ખ-મુક્તિ ભણું લઈ જાય છે. જ્ઞાન-હીન કર્મ અને કર્મ-હીન જ્ઞાન વ્યર્થ છે. જ્ઞાત સત્યનું આચરણ અને આચતિ સત્યનું જ્ઞાન અને ભેગાં મળીને જ સાર્થક થઈ શકે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy