________________
(૨) પ.પૂ. મુનિશ્રી ભુવનચંદ્રજી મ.સા, દેવલાલી,
તમારૂં લખાણ રસપ્રદ હોય છે. માર્મિક અને હળવી શૈલી હોવાથી વાંચવું ગમે. વળી અત્યારની પરિસ્થિતિની આલોચના પણ બિલકુલ ઠીક હોય છે.
ખરેખર તે તમારા લેખ સામયિકોમાં આવવા જોઈએ. પુસ્તકે કેટલા હાથમાં પહોંચે ?
(૩) પ.પૂ. મુનિશ્રી મનેચંદ્રજી મ. સા.
તમારી કૃતિ પડ-રસ–પૂતી મળી, વિહંગાવલોકન કર્યું. બધું થોડું થોડું પણ ઘણું બધું પિરસાયું છે. વર્તમાનમાં બહુલતયા દ્રષ્ટિ ફેર થઈ ગયો હોવાથી બધાને ન પણ ગમે પરંતુ આ વિષે જે તમે મહેનત
કરી છે તે આપણા માટે ગુણકારી જ છે. (૪) પ.પૂ. મુનિશ્રી સુયશચંદ્રજી ઠા. ૪, બીકાનેર.
ધર્માનુરાગી ભક્તિવત અત્યંત માયાળુ સરળ-સ્વભાવી નવકાર મહામંત્રના આરાધક સુશ્રાવકરન કુમુદચંદ્રભાઈ આદિ સમસ્ત પરિવાર પ્રતિ ધર્મ લાભ... આપની નવીન પુસ્તક શ્રેણીની વાત જાણી, આનંદ. જ્ઞાનસેવા જ ઉત્તમ સેવા છે.
ના
-
-
(૫) જય જિનેન્દ્ર કલમ-શ્રી ધર્મપ્રિય-મુંબઈ સમાચાર.
(અ) શ્રી સુભાષિત વ્યાખ્યાન સંગ્રહ : સંકલનકાર તથા પ્રકાશક . કુમુદચંદ્ર જી. શાહ, લુહારની પોળ, અમદાવાદ-૩૮૦૦૦૧ (બ) જૈન દર્શનમાં અતિચાર સૂત્રો–સંકલનકાર તથા પ્રકાશક ઉપર મુજબ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org