________________
કર્મ સત્તાના બે વિભાગ – પુણ્ય અને પાપ આપે સુખ અને દુઃખ.
પુણ્ય : ૨૪ વર્ષના યુવાન કુમુદભાઈ-રાજકોટ ઈન્ટરવ્યુ આપવા સ્ટેશને ટીકીટ લેવા લાઈનમાં ઉભેલા. પાછળ ઉભેલા એક ભાઈએ (ધર્મેન્દ્રસિંહજી કોલેજના ચાલુ પ્રોફેસર જેઓ અમદાવાદ આવેલા ને રાજકોટ જવા માં ઉભા હતા ) પૂછયું : આપને કયાં જવું છે ? જવાબ: રાજકોટ. પ્રશ્ન : રાજકોટમાં શું કામ છે? જવાબ : ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં અંગ્રેજીના અધ્યાપકના ઈન્ટરવ્યુ માટે. તરત જ શ્રી વ્યાસભાઈ કહે, ચાલો, હું ત્યાં પ્રોફેસર છું. મારી સાથે અમારી રૂમમાં ઉતરજો, તમારું કામ પતાવી દઈશું.
શ્રી કે. જી. શાહ તેમની રૂમમાં ઉતર્યા. રૂમમાં બે જણ હતા. શ્રી વાસુદેવ વ્યાસ-સાયન્સના પ્રાધ્યાપક અને શ્રી જમુભાઈ પંડયા : સંસ્કૃતના વિદ્વાન પ્રાધ્યાપક. ત્રણની ત્રિપુટી સુમેળથી રહ્યા, રાજકોટ જાગનાથ પ્લોટમાં, મજાની ભાડાની રૂમમાં, કોલેજની સામે જ.
જુઓ : પ્રબળ પુણ્ય વ્યક્તિને અણધાર્યો અચાનક કે સુમેળ કરાવી આપે છે ! poor કે. જી. શાહ આ કામ કેવી રીતે પાર પાડશે તેની અકલ્પ્ય મુંઝવણમાં હતા અને સદ્ભાગ્યે કેવું સુંદર મિલન કરી દીધું !!! - કર્મનકી ગતિ ન્યારી,
બંધુ, કર્મનકી ગતિ ન્યારી ! અમદાવાદ આવ્યા પછી ધી ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલ. ને પ્રિન્સિપાલ સાહેબે તેમની શાળામાં જોડાઈ જવા કહ્યું અને બુક-કીપીંગને નવો વિષય દાખલ કર્યો ૧૯૪૧-૪૨.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org