________________
M. A. માં English ના ૮ પેપર–પરીક્ષા બીજે વર્ષે તેથી M. A. ના પહેલા વર્ષમાં પહેલી LL. B. ની પરીક્ષા મુંબઈ યુનિવર્સિટીની પસાર કરી–(૧૯૩૯), બીજા વર્ષે સીનીયર M. A. ની પરીક્ષા પસાર કરી-(૧૯૪૦ માર્ચ) (માર્કસ-અહાહા) નસીબની બલિહારીઃ માસ ૮૦૦ માંથી ૪૦૦, સેકન્ડ કલાસ B.U. અને - ૧૯૪૦ના ઓકટોબરમાં સેકન્ડ LL.B. સેકન્ડ કલાસ B. ઇ. પાસ કરી. તે સમયે M. A. માં English વિષય ૨ાખનાર ફક્ત ચાર પાંચ વિદ્યાથીઓ હતા અને તેમને અમદાવાદની ત્રણે કોલેજોમાં–ગુ. કોલેજ, એચ. એલ. તથા એલ. ડી. અંગ્રેજીના પ્રોફેસરેનું માર્ગદર્શન મેળવવા જવું પડતું. ઘર જે સંબંધ. કેટલી વાર તે સાહેબના ઘેર બબ્બે કલાક જ્ઞાન મળતું. કેવી મજા હતી !
૧૯૪૦ના જૂનમાં રાજકોટ ધમેન્દ્રસિંહજી કોલેજમાં અંગ્રેજીના અધ્યાપકની જગાની જા.ખ. આવતા, ત્યાં તેમની નિમણુંક થઈ. પગાર (આર્થ્યય ન પામતા) રૂા. ૮૫–– ૧૪૦, કોલેજ રાજ્ય તરફથી ચાલતી. શ્રી શાહ સાહેબને ત્યાંનું વાતાવરણ અનુકૂળ ન આવતાં તેમણે રાજીનામું આપ્યું. આ જગા ખાલી પડતા સ્વ. શ્રી એસ. આર. ભટ્ટ સાહેબ શ્રી કે. જી. શાહને પુછવા આવેલા અને તે જગાએ તેઓશ્રીએ અંગ્રેજીના અધ્યાપક તરીકે ઉપરોક્ત પગારમાં નોકરી સ્વીકારેલી.
શ્રી કે. જી. શાહને કુદરત દરેક રીતે અનુકૂળ થતી ઠક પૂર્વના પૂણ્ય પ્રતાપે.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org