________________
૧૮૧
૭૩૦.
પૃથક્ અવસ્થામાં પણ એ બેધક નથી, એનું કારણ એ છે કે નિરપેક્ષ હોવાને લીધે દુશ્મનની માફક એ બધા પરસ્પર વિરોધી છે. જેવી રીતે વિવિધ અભિપ્રાય ધરાવનારા અનેક સેવક રાજા, સ્વામી કે અધિકારીના વશમાં રહે છે અથવા આપસમાં લડવા-ઝઘડવાવાળા વ્યવહારી માણસ કેઈ ઉદાસીન (તટસ્થ) વ્યક્તિને વશવતી બની મિત્રતા પ્રાપ્ત કરી વાળે છે, તેવી રીતે જ બધા પરસ્પર વિરોધી નય સ્યાદ્વાદને શરણે જઈ સમ્યગુભાવને પ્રાપ્ત કરે છે, અર્થાત્ સ્યાદ્વાદની છત્રછાયામાં પરસ્પર વિરોધનું કારણ (સાધારણતા) દૂર થઈ જાય છે અને એ બધા સાપેક્ષતા-પૂર્વક એકત્ર થઈ જાય છે. જેવી રીતે હાથીનું પૂંછડું, પગ, સૂંઢ વગેરે જે સ્પર્શ કરીને એ હાથો છે એવું માનનારા જન્માંધ કેને અભિપ્રાય મિથ્યા છે તેવી રીતે અનેક ધર્માત્મક વસ્તુના એક-એક અંશ ગ્રહણ કરી “અમે પૂરી વસ્તુ જાણું લીધી છે” એવી પ્રતિપત્તિ-સ્વીકૃતિ કરનારાઓનું ત–વસ્તુ વિષયક જ્ઞાન મિથ્યા ગણાય છે. તથા જેવી રીતે હાથીના બધા અવયવોના સમૂહને હાથી જાણનારા ચક્ષુષ્માન (દષ્ટિસંપન્ન)નું જ્ઞાન સમ્યફ બને છે, તેવી રીતે સમસ્ત નાના સમુદાય દ્વારા વસ્તુની સમસ્ત પર્યાયને અથવા એના ધર્મોને જાણનારનું જ્ઞાન સમ્યફ કહેવાય છે.
૭૩૧.
૭૩૨,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org