________________
૧૭૨
૬૯૫. પર્યાયાર્થિક નયની દષ્ટિ મુજબ પદાર્થો નિયમપૂર્વક
ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે, અને દ્રવ્યાર્થિક નયની દષ્ટિ મુજબ તમામ પદાર્થો સદૈવ
અનુત્પન્ન અને અવિનાશી છે. ૬૯૬. દ્રવ્યાર્થિક નયને હિસાબે બધાં દ્રવ્ય છે અને પર્યાયાર્થિક
નયના હિસાબે એ અન્ય-કન્ય છે, કારણ કે જે સમયે જે નયથી વસ્તુ જોવામાં આવે એ સમયે એ વસ્તુરૂપે જ
દષ્ટિગોચર થાય છે. ૬૯૭. જે જ્ઞાન પર્યાયને ગૌણ બનાવી લેકમાં દ્રવ્યને જ
ગ્રહણ કરે છે એને “કવ્યાર્થિક નય કહેવામાં આવે છે, તથા, જે દ્રવ્યને ગૌણ કરી પર્યાયને જ ગ્રહણ
કરે છે એને “પર્યાયાર્થિક નય કહેવામાં આવે છે. ૬૯૮. (દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નયના ભેદરૂપે)
મૂળ નય સાત છે ૧. નૈગમ નય, ૨. સંગ્રહ નય, ૩. વ્યવહાર નય, ૪. જુસૂત્ર નય, ૫. શબ્દ નય,
૬. સમધિરૂઢ નય, અને ૭. એવંભૂત નય. ૬૯૯ ઉપર જણાવેલા સાત માંથી પ્રથમના ત્રણ નય
વ્યાર્થિક છે અને બાકીના ચાર નય પર્યાયાચિક છે. સાત નયમાંથી પહેલા ચાર નય “અયપ્રધાન છે અને બાકીના ત્રણ નય “શબ્દ પ્રધાન’ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org